કોરોના સામેની લડતમાં SBIએ લોકોને કર્યા સાવધાન, આ રીતે ખાતા માંથી સાફ થઇ જશે રૂપિયા

ચીનના વુહાન માંથી ફેલાયેલ કોરોના વાયરસથી સમગ્ર વિશ્વ મોત સામે લડી રહ્યું છે. કારણ કે કોરોના વાયરસે આખી દુનિયાનું કામકાજ બંધ કરી દીધું છે. આ ખતરનાક કોરોના વાયરસે અત્યાર સુધીમાં સમગ્ર દુનિયાભરમાં 53 હજારથી વધુ લોકોના જીવ લીધા છે. જ્યારે 10 લાખથી વધુ લોકો આ વાયરસની ચપેટમાં છે. ભારતમાં પણ આ વાયરસે ઝડપ વધારી છે અને માહિતી મુજબ અત્યાર સુધી દેશભરમાં 2301 કોરોના વાયરસના મામલા સામે આવ્યા છે. ત્યારે 56 લોકોના મોત થયા છે.(DEMO PIC)

આ ગંભીર પરિસ્થિતિઓ વચ્ચે દેશની સૌથી મોટી સરકારી બેંક ભારતીય સ્ટેટ બેંક(SBI) એ લોકોને સાવચેત રહેવા માટે અપીલ કરી છે. કારણ કે એક તરફ કોરોનાનો કહેર ત્યારે હવે બીજી તરફ સાઇબર ક્રિમિનલ્સ નવી રીતે લોકો સાથે છેતરપિંડી કરી રહ્યા છે. મીડિયા રિપોર્ટ મુજબ સાઇબર ક્રિમિનલ્સ દ્વારા કોરોના રિલીફ ફંડના નામે ડોનેશન માંગવામાં આવી રહ્યું છે. ઉપરાંત કોરોનાથી બચવા માટે ખોટી એપના માધ્યમથી પણ લોકોની ડિટેલ ચોરી કરવામાં આવી રહી છે.

આ રીતે થઈ રહેલા ફ્રોડથી બચવા એસબીઆઈએ લોકોને સાવચેત રહેવા અપીલ કરી છે અને સાથે જ થઈ રહેલા ઓનલાઇન ફ્રોડથી બચવા માટે 7 ટિપ્સ પણ આપી છે. આપણે જણાવી દઈએ કે આ અંગે એસબીઆઈએ એક ટ્વીટ કરી છે. જેમાં આ 7 ટિપ્સ અંગે માહિતી આપવામાં આવી છે. આ ટિપ્સ આપતા બેંકે કહ્યું કે, ફ્રોડ UPIથી ડોનેશન માંગનારાઓથી સાવધ રહેવું, ફંડ આપતા પહેલા મેળવનાર અંગે ચોક્કસ માહિતી મેળવી લેવી, કોઈ પણ ઇ-કોમર્સ સાઇટ પર પોતાના કાર્ડની ડિટેલ સેવ ન કરવી, અજાણતા ઇ-મેલ પર અંગત અને સેંસેટિવ માહિતી આપવી નહીં.(DEMO PIC)

સાથે-સાથે બેંકે જણાવતા કહ્યું કે, કોરોના વાયરસથી સંબંધિત કોઈ પણ સમાચાર પર ક્લિક કરતા પહેલા પ્રમાણિકતાની તપાસ કરવી, વિશ્વાસુ સ્ત્રોતથી માહિતીઓ શેર કરવી. કોઈ કૌભાંડ અથવા છેતરપિંડીની ખબર પડે તો તેની જાણ કરવી. એટલે તેમની સામે યોગ્ય પગલા ભરી કાર્યવાહી કરવામાં આવે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *