8 દિવસ સુધી કોઈ પણ વ્યક્તિ CM રુપાણીને મળી શકશે નહિ, જાણો શું થયું ગુજરાતના મુખ્યમંત્રીને…

ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં મંગળવારના રોજ સ્વર્ણિમ સ્કૂલમાં મળેલી મીટિંગમાં કોંગ્રેસ પાર્ટીના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાનો રિપોર્ટ પોઝિટીવ આવતા ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે. આ ઘટના…

ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં મંગળવારના રોજ સ્વર્ણિમ સ્કૂલમાં મળેલી મીટિંગમાં કોંગ્રેસ પાર્ટીના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાનો રિપોર્ટ પોઝિટીવ આવતા ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે. આ ઘટના બાદ મુખ્યમંત્રી વિજય રુપાણી સહિતના દરેક મોટા નેતાઓની ચિંતા વધી ગઈ હતી. પરંતુ હાલ એક મોટા સમાચાર મળી રહ્યા છે. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી સંપૂર્ણ સ્વસ્થ હોવાની માહિતી મળી રહી છે.

મંગળવારના રોજની ઘટના બાદ આજે મુખ્યમંત્રી રૂપાણીના સ્વાસ્થ્યનું પરિક્ષણ કરાયું હતું. જેમાં તેમનો રિપોર્ટ સંપૂર્ણપણે સ્વસ્થ આવ્યો છે. તેમ છતાં 8 દિવસ સુધી મુખ્યમંત્રી વિજય રૂપાણી કોઈને મળી શકશે નહીં. મુખ્યમંત્રી વિજય રુપાણી તમામ કામગીરી ટેક્નોલોજી આધારિત કરશે. મુખ્યમંત્રીના સચિવે સ્વસ્થ હોવાની માહિતી આપી હતી. આજે ડૉ.આર.કે.પટેલ અને ડૉ.અતુલ પટેલે વિજય રૂપાણીનું પરિક્ષણ કર્યું હતું.

ઇમરાન ખેડાવાલાના કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણી સહિત ઇમરાનને મળેલા અન્ય મંત્રીઓ, અધિકારીઓ ઉપરાંતના મેડિકલ ટેસ્ટ કરવામાં આવશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ ઇમરાન સાથેની બેઠક પછી જે જે લોકોને મળ્યા એમની પણ યાદી તૈયાર કરવામાં આવી રહી છે. તેમના પણ ચેકઅપ થાય તેમ છે. જ્યારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા પણ બપોર બાદ જે લોકોને મળ્યા તેમના પણ રિપોર્ટ કાઢવામાં આવે તેમ છે.

ઇમરાન ખેડાવાલા સાથે રહેલા અન્ય ધારાસભ્યો શૈલેષ પરમાર અને ગ્યાસુદ્દીન શેખના પણ ટેસ્ટ કરવામાં આવ્યા છે. આ બંને ધારાસભ્યોને હોમ ક્વોરન્ટીન કરાયા છે. ઇમરાન ખેડાવાલાના પરિવારના સભ્યોનો પણ ટેસ્ટ કરવામાં આવ્યો છે. તમામ હોમ ક્વોરન્ટીન કરાયા છે. ઈમરાનના ડ્રાઈવરનો અને ભત્રીજાના પણ સેમ્પલ લેવાયા છે અને હોમ ક્વોરન્ટીન કરાયા છે. દરમિયાન ધારાસભ્યો સચિવાલય જતાં ત્યાંના સીસીટીવી પણ ચેક કરવામાં આવી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *