દક્ષિણ દિલ્હીમાં બુધવારના રોજ એક મહિલાએ પોલીસની એક વાનમાં બાળકીને જન્મ આપ્યો. મહિલાને વાન થી હોસ્પિટલ લઈ જવામાં આવી રહી હતી.પોલીસે જણાવ્યું કે પોલીસે પોલીસને મહિલાના પરિવાર તરફથી એક ફોન આવ્યો હતો જેમાં તેમણે કહ્યું હતું કે તેમણે મહિલાને તાત્કાલિક એમ્બ્યુલન્સની જરૂરત છે. મહિલા દક્ષિણ દિલ્હીમાં મજૂરોની વસ્તીમાં રહે છે.
પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે એક મહિલા કોન્સ્ટેબલ સહિત 4 પોલીસકર્મી 28 વર્ષીય ગર્ભવતી મહિલાને સફદરગંજ હોસ્પિટલ લઈ જઈ રહ્યા હતા. ત્યારબાદ તેમણે જણાવ્યું કે મહિલા એ વાનમાં જ બાળકને જન્મ આપી દીધો.જણાવવામાં આવી રહ્યું છે કે મહિલા અને નવજાત બાળકીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.
ભારતમાં કોરોનાવાયરસ નો કહેર ચાલી રહ્યો છે. અત્યાર સુધી 166 લોકોનું મૃત્યુ આ વાયરસના કારણે થઈ ચૂક્યું છે. તેમજ સંક્રમિત લોકોની સંખ્યા પાંચ હજારથી પણ વધારે પહોંચી ગઈ છે. આ વચ્ચે 413 લોકોનો ઇલાજ કરી ઘરે મોકલી દેવામાં આવ્યા છે.છેલ્લા ચોવીસ કલાકની વાત કરીએ તો 540 નવા કેસ સામે આવ્યા છે જ્યારે ૧૭ લોકોનું મૃત્યુ થયું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news