બાળકે પીએમને લખ્યું-ધાર્મિક ટ્રસ્ટ પોતાની 80% સંપતિ દેશને દાન કરે: સાચું લાગે તો શેર અવશ્ય કરજો

દેહરાદૂનના એક 15 વર્ષના વિદ્યાર્થીએ કોરોનાવાયરસ આપદા નેલઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને એક પત્ર લખી અનુરોધ કર્યો છે કે તમામ ધાર્મિક સંસ્થાઓ માટે કોરોનાવાયરસ સામે લડવા…

દેહરાદૂનના એક 15 વર્ષના વિદ્યાર્થીએ કોરોનાવાયરસ આપદા નેલઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને એક પત્ર લખી અનુરોધ કર્યો છે કે તમામ ધાર્મિક સંસ્થાઓ માટે કોરોનાવાયરસ સામે લડવા માટે પોતાની સંપત્તિનો ૮૦ ટકા ભાગ દાનમાં દેવો અનિવાર્ય કરે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખનાર વિદ્યાર્થીનું નામ અભિનવ કુમાર શર્મા છે જે સેન્ટ જોસેફ એકેડમી નો વિદ્યાર્થી છે. અભિનવ કુમાર શર્માએ 26 માર્ચ 2020 ના રોજ એક ઇમેલ મોકલ્યો. પોતાના પત્રમાં લખ્યું કે 21 દિવસો સુધી ચાલી રહેલ lockdown ના કારણે દેશની અર્થવ્યવસ્થાને ઝટકો લાગ્યો છે.અભિનય પીએમને અપીલ કરી છે કે તમામ ધાર્મિક ટ્રસ્ટ માટે પોતાના ફંડનો ૮૦ ટકા ભાગ પીએમ રાહત કોષમાં દાન કરવાનો ફરજિયાત બનાવે. જેનાથી એ ધન રાશિ નો ઉપયોગ એવા લોકો માટે કરવામાં આવી શકે છે જેમને કોરોનાવાયરસ ની આ મહામારીમાં જરૂર છે.

જણાવવામાં આવી રહ્યું છે કે જ્યારે અભિનવ એ lockdown દરમિયાન હજારો પ્રવાસીઓ શ્રમિકને તેમની નોકરી ગુમાવતા જોયા જેના બાદ તેણે આ પત્ર લખવાનો નિર્ણય કર્યો.પોતાના પત્રમાં અભિનવ નું કહેવું છે કે કોરોનાવાયરસ ની આપદા ને જોતાં ધાર્મિક ટ્રસ્ટો અને વિનમ્ર નિવેદન કરું છું કે તે પોતાના ધર્મની પરવા કર્યા વગર પીએમ રાહત કોષમાં દેશને ૮૦ ટકા રકમ દાન કરે.

અભિનવએ પત્રમાં લખ્યું છે કે મને ખબર છે કે તમામ ધાર્મિક ટ્રસ્ટ અને સંસ્થાઓમાં કેટલો પૈસો જાય છે.મને આશા છે કે આપણા માનનીય પ્રધાનમંત્રી આપણા લોકોને દરેક વસ્તુ મહામારી ગરીબી ભૂખમરો અને અન્ય વિપત્તિમાં થી બચાવવા માટે કોઈ પણ હદ સુધી જશે.

અભિનવએ પોતાના પત્રમાં ગરીબોની ખરાબ હાલત વિષે ચિંતા વ્યક્ત કરતાં કહ્યું છે કે આ સ્વાસ્થ્ય આપાતકાલ નિશ્ચિત રૂપથી નાણાકીય આપાતકાલ નું કારણ બનશે. જેના કારણે ભિખારી મજુર વગેરે લોકો ભૂખમરા નો સામનો કરશે. આ lockdown ના કારણે નાના ઉદ્યોગો, વ્યવસાય બંધ થઈ શકે છે. કોઈ પણ વ્યવસાય ન થવાના કારણે બેરોજગારી વધી શકે છે.

અભિનવનું માનવું છે કે જો ધાર્મિક સંસ્થાઓનો આ પૈસો ભગવાન ના બાળકો ને બચાવે છે તો ઈશ્વર ખુશ થશે અને આપણા સૌના આશીર્વાદ દેશે. સાથે જ આપણને માનવતા માં વધારે વિશ્વાસ થશે.

અભિનવ કહે છે કે ડોક્ટર આ ઘાતક વાયરસ સામે લડવા માટે આપણા સિપાહી છે.મને આશા છે કે આપણી સરકાર આ તમામ વસ્તુઓ જાણે છે અને તેઓને તે તમામ ઉપકરણ અને સુરક્ષા આપશે. તેઓને આ વાઇરસ વિરુદ્ધ લડાઇ લડવાની જરૂરિયાત છે.

https://trishulnews.com/covid-19-corona-virus-updates-in-gujarat/

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *