આ વિડીયો જોઇને તમે કહેશો સરકારે ડૂબી મરવું જોઈએ

બિહારના જહાનાદાબાદમાં એક 3 વર્ષના બાળકનું એમ્યુલન્સ ન મળવાને કારણે મૃત્યુ પામ્યું હતું. હોસ્પિટલ એડમિનિસ્ટ્રેશને કથીથિત રીતે એમ્બ્યુલન્સ સેવા સેવા આપવાનો ઇનકાર કરી દીધો. બાળકના પિતાનો આરોપ છે કે હોસ્પીટલે એમ્બ્યુલન્સ આપવાની ના પડી દીધી. હોસ્પિટલ અને તંત્ર પર આરોપ છે કે, પહેલાતો કોઈ હોસ્પીટલે તેના બાળકને સારવાર માટે ન રાખ્યો અને બીજી હોસ્પિટલ લઇ જવા માટે કોઈ એમ્યુલન્સ પણ ન આપી. આ વેદના આટલે જ ન અટકી, બાળકની માતા પોતાના મૃત બાળકને હાથમાં લઈને રોડ પર વિલાપ કરતી ભટકતી જોવા મળી.

અ સંવેદનશીલ મામલે 36 કલાક બાદ પણ જહાનાબાદના મેજીસ્ટ્રેટ નવીન કુમાર કહે છે કે અમને ઘટનાની જાણ નથી અને અમે તપાસ કરાવીશું. જીલ્લા મેજીસ્ટ્રેટની આવી કામગીરી અને ઘટના થી અજાણ હોવાની વાત સાંભળીને તંત્ર પર સવાલ ઉઠી રહ્યા છે.

આ ઘટનાની વિશેષ વાત કરીએ તો બિહારના અરવલ જિલ્લાના શાહપુર ગામના ગીરીશકુમાર પોતાના ત્રણ વર્ષીય પુત્ર ઋષિ કુમારને લઇને ઈલાજ માટે શુક્રવારે જહાનાબાદ ના sadar hospital ળાવ્યા હતા. બાળકને તીવ્ર તાવ હતો અને શ્વાસ લેવામાં તકલીફ થઇ રહી હતી. બાળકની હાલત ગંભીર હોવાને કારણે જહાનાબાદ sadar hospital માં પ્રાથમિક ઉપચાર કર્યા બાદ તેને પટના લઈ જવા રીફર કરી દેવામાં આવ્યા હતા. પરંતુ લાંબો સમય વીતી ગયા બાદ પણ જ્યારે તેમને એમ્બ્યુલન્સ ન મળી ત્યારે બાળકે પોતાના શ્વાસ રોકી લીધા.

સ્થાનિકોને આ વાતની જાણ થતાં સ્થાનિક ખાનગી શાળાના સંચાલક સુનિલકુમાર એ પોતાના પ્રાઈવેટ વાહન માં તેઓને બેસાડીને હોસ્પિટલ લઈ જવા નીકળ્યા, પરંતુ તે પહેલાં જ બાળકનું પ્રાણપંખેરૂ ઉડી ગયું હતું. ઉલ્લેખનીય છે કે જહાનાબાદ sadar hospital પાસે 55 સરકારી એમ્બ્યુલન્સ હોવા છતાં, તેઓએ આ ગરીબ ને એમ્બ્યુલન્સ ન ફાળવી હોસ્પિટલની આવી બેદરકારીને કારણે સમગ્ર દેશમાં ટીકાઓ થઈ રહી છે અને તંત્ર માનવતાહીન બની ગયું છે. તેવી ફરિયાદો ઉઠી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *