મહારાષ્ટ્રમાં 30 એપ્રિલ સુધી ચાલુ રહેશે લોકડાઉન, મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે આપી જાણકારી

મહારાષ્ટ્રમાં 14 એપ્રિલ બાદ પણ lockdown શરૂ રહેશે. ખુદ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે આ જાણકારી આપી. તેમણે જણાવ્યું કે રાજ્યમાં lockdown 30 એપ્રિલ સુધી રહેશે.તેમણે આ જાહેરાત કરતાં કહ્યું કે કેટલાક ક્ષેત્રોમાં lockdown માં dil આપવામાં આવી શકે છે જ્યારે કેટલાક ક્ષેત્રોમાં તેને વધારે કડક કરવામાં આવશે.તેમણે એમ પણ કહ્યું કે 30 એપ્રિલ બાદ પર સંપૂર્ણ પ્રતિબંધ ઓ હટવાનો નિર્ણય પરિસ્થિતિ અનુસાર લેવામાં આવશે.

કોરોનાવાયરસ ને લઈને pm નરેન્દ્ર મોદીએ શનિવારે મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા બેઠક કરી હતી. બેઠકમાં મોટાભાગના મુખ્યમંત્રીઓએ lockdown વધારવા ની જાણકારી આપી હતી. તેમજ પીએમ મોદીએ lockdown ને બે અઠવાડિયા સુધી વધારવાના સંકેત આપ્યા છે.

બેઠક દરમિયાન તસવીરોમાં પ્રધાનમંત્રી મોદીએ સમાજ દરમિયાન સફેદ માસ્ક પેહરી મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરી રહ્યા હતા. આ સમાજમાં ઉપસ્થિત રહેલ મુખ્યમંત્રીઓ માં પંજાબના કેપ્ટન અમરિંદર સિંહના, પશ્ચિમ બંગાળની મમતા બેનર્જી, મહારાષ્ટ્રના ઉદ્ધવ ઠાકરે, ઉત્તર પ્રદેશના યોગી આદિત્યનાથ, હરિયાણાના મનોહરલાલ, તેલંગાણાના ચંદ્રશેખર રાવ, બિહારના નીતીશકુમાર સહિત ઘણાં રાજ્યોના મુખ્ય મંત્રીઓ સામેલ હતા.

મળી રહેલી જાણકારીઓ અનુસાર પીએમ મોદીએ સંકેત આપ્યા છે કે lockdown ને 30 એપ્રિલ સુધી વધારવામાં આવી શકે છે. આ સાથે જ તેને ૩૦ એપ્રિલથી વધારવામાં આવે તેવી સંભાવનાઓ ને પણ નકારી ન શકાય.

દેશમાં મહારાષ્ટ્ર કોરોનાવાયરસ થી સૌથી વધારે પ્રભાવિત રાજ્ય છે અને અહીંયા અત્યાર સુધી વાયરસનું સંક્રમણ માં લગભગ 1600 કેસ સામે આવી ચૂક્યા છે.તેમાંથી 110 લોકોનું મૃત્યુ થઈ ચૂક્યું છે જ્યારે 188 લોકો સંપૂર્ણ રીતે સાજા થઈ ગયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *