વિશ્વગુરુ કહેવાતા અમેરિકામાં હાલમાં કોરોના સૌથી વધુ કેર વર્તાવી રહ્યો છે. છેલ્લા છ અઠવાડિયામાં અમેરિકામાં 7 હજાર સ્વાસ્થ્યકર્મીનાં મોત થયાં છે, જેમાં ડૉક્ટર-નર્સ કે હોસ્પીટલમાં કામ કરતા કામદારો શામેલ છે. અમેરિકામાં કોરોનાથી અત્યાર સુધીમાં 37 હજારથી વધુ મોત થઇ ચૂક્યાં છે. આમ અમેરિકામાં કોરોનાથી મારેલા લોકોમાં દર પાંચમી વ્યક્તિ સ્વાસ્થ્યકર્મી છે. અમેરિકાના ન્યૂયોર્ક, ફ્લોરિડા, નેવાડા, મેઇને, મેસાચ્યૂસેટ્સ, ઓરેગોન અને વોશિંગ્ટનમાં આવા સૌથી વધુ કેસ છે. ન્યૂયોર્ક સિટીની 72 હોસ્પિટલમાં ચેપ ફેલાયો છે.
ન્યુયોર્ક ટાઈમ્સમાં છપાયેલા અહેવાલ અનુસાર, અમેરિકા પાસે કોરોના સારવાર કરી રહેલા સ્ટાફ પાસે હવે સુરક્ષા સાધનોની અછત છે. ડેટ્રોઇટ નર્સિંગ સુવિધાના એક નર્સિંગ સહાયકે જણાવ્યું કે તેણીને N95 નું માસ્ક આપવામાં આવ્યો હતો પરંતુ તેને ત્રણ અઠવાડિયા સુધી ચલાવવું પડ્યું. કોઈ કપડા ઉપલબ્ધ ન હોવાથી, તેણે કહ્યું કે તેને અને તેના સાથી કર્મચારીઓને તે જ ગાઉનમાં અનુકૂળ રહેવાનું કહેવામાં આવી રહ્યું છે જેમાં દર્દીઓ સૂતા હોય છે.
અમેરિકામાં આ પ્રકારના અહેવાલો પ્રકાશિત થતા કેટલીક હોસ્પીટલ ના કર્મચારીઓએ કામ પર આવવાનું બંધ કરી દીધુ છે. કેલિફોર્નિયામાં, રિવરસાઇડ કાઉન્ટીમાં નર્સિંગ સુવિધામાંથી વાયરસથી પીડાતા 83 દર્દીઓને મેડીકલ અને નર્સિંગ સેવા આપવા માટે માત્ર 13 નિયત પ્રમાણિત પ્રમાણપત્ર નર્સિંગ સહાયકો દેખાયા હતા.
અમેરિકાની સમસ્યા આટલેથી જ ન અટકતા હવે અમુક ડેમોક્રેટિક સાશિત રાજ્યોમાં નાગરિકોએ લોકડાઉનનો વિરોધ કરી રહ્યા છે. અમેરિકામાં હાલમાં 8 લાખ લોકો કોરોના પોઝીટીવ છે. અને ૩૭૦૦૦ લોકોના કોરોનાથી મૃત્યુ થઈ ચુક્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news