કોરોના સારવાર બાબતે રૂપાણી સરકારના ગુજરાત મોડેલનો ફિયાસ્કો, આવી રીતે થયો ખુલાસો

સ્વાસ્થ્યની બાબતે ગુજરાતમાં અમેરિકા કરતાં પણ સારી સુવિધાઓ હોવાનો દાવો વિજય રૂપાણી ભૂતકાળમાં કરી ચુક્યા છે. પોતાના નિવેદનને લઈને તેઓ મજાકનું પાત્ર પણ બન્યા હતા.…

સ્વાસ્થ્યની બાબતે ગુજરાતમાં અમેરિકા કરતાં પણ સારી સુવિધાઓ હોવાનો દાવો વિજય રૂપાણી ભૂતકાળમાં કરી ચુક્યા છે. પોતાના નિવેદનને લઈને તેઓ મજાકનું પાત્ર પણ બન્યા હતા. હવે કોરોના બાબતે ગુજરાતની સ્વાસ્થ્ય સુવિધાઓ ની પોલ ખુલ્લી હોય એવું તાજેતરના આંકડાઓ દેખાડી રહ્યા છે. COVID 19  ના તાજેતરના આંકડાઓ ના વિશ્લેષણથી ગુજરાત દેશભરના દર્દીઓની સારવાર બાબતે ખૂબ પછાત દેખાઈ રહ્યું છે. બિહાર, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, ઓડિશા, જમ્મુ કાશ્મીર જેવા વિકાસશીલ રાજ્ય પણ ગુજરાત કરતા ઘણા આગળ છે.

ગુજરાતમાં કોરોના દર્દીઓ સાજા થવાનો દર માત્ર 6 ટકા છે. જ્યારે કેરળમાં દર્દીઓ સાજા થવાની ટકાવારી 70% આંબી ગઇ છે. આ સિવાય અન્ય રાજ્યોની વાત કરીએ તો હરિયાણા માં 59, તમિલનાડુમાં 40,ઓરિસ્સામાં 30, દિલ્હીમાં 32, કર્ણાટકમાં 30, બિહારમાં 30, જમ્મુ-કાશ્મીરમાં 22, તેલંગાણામાં 20, પંજાબમાં 19 ટકા દર્દીઓ સાજા થવાનો દર નોંધાયો છે.

ગુજરાત આ યાદીમાં ૧૭મા ક્રમાંક પર છે. ઉલ્લેખનીય વાત છે કે ગુજરાત માં કોરોનાના દર્દીઓના આંકડાઓમાં બીજા ક્રમ પર છે. ગુજરાતી આગળ પ્રથમ નંબરે મહારાષ્ટ્ર આવે છે, જેનો સારવાર દર ૧૪ ટકા જેટલો છે.

ગુજરાત સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે, કોરોના ના ટેસ્ટ કરવાની સંખ્યામાં હવે ઘટાડો કરવામાં આવશે. સરકારના આ નિર્ણયને વરિષ્ઠ પત્રકારો અને જાણીતા આરોગ્ય એક્સપર્ટ વખોડી રહ્યા છે. આવું થવાથી કોરોના દર્દીઓની સંખ્યા પર કાબૂ માત્ર આંકડામાં આવશે તેવું માનવામાં આવી રહ્યું છે. ICMR ની ભલામણ મુજબ વધુમાં વધુ માસ સેમ્પલિંગ કરીને ટેસ્ટ કરવાથી કોરોના ના દર્દીઓ સામે આવશે. પરંતુ ગુજરાત સરકાર પોતાની નિષ્ફળતા છુપાવવા માટે છુપી સ્ટ્રેટર્જી અપનાવીને કોરોના ની સંખ્યાને સીમિત રાખવા માંગતી હોય તેવો સવાલ વિશ્લેષકો કરી રહ્યા છે.

સ્વાસ્થ્ય સચિવ જયંતિ રવિએ ખુલાસો કર્યો છે કે, રાજ્યમાં દરરોજ ત્રણ હજાર ટેસ્ટ કરવામાં આવે છે, પહેલા જેટલા ટેસ્ટ કરવામાં આવતા હતા તેટલા જ ટેસ્ટ કરાશે. દરરોજના 3000 ટેસ્ટમાંથી 2500 ટેસ્ટ અલગ-અલગ વિસ્તારમાં કરવામાં આવશે, જ્યારે 500 ટેસ્ટ ક્વોરેન્ટાઈન હેઠળ રાખવામાં આવેલા લોકોમાં કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *