હાલ આખું વિશ્વ કોરોનાની મહામારીનો ભોગ બની ગયું છે. દુનિયા આખામાં આ બીમારીનો તોડ શોધવામાં આવી રહ્યો છે. સાથે જ ટેસ્ટિંગ થવું પણ ખુબ જરૂરી છે કારણ કે એક કોરોના સંક્રમિત અનેકને ચેપ લગાડી શકે છે. ત્યારે IIT-Roorkeeના એક પ્રોફેશરે એવું સોફ્ટવેર વિક્સિત કરવાનો દાવો કર્યો છે, જે શંકાસ્પદ દર્દીના એક્સ-રે સ્કેનનો પ્રયોગ કરીને 5 સેકન્ડમાં કોરોનાને ડિટેક્ટ કરી શકે છે.
પ્રોફેશરને આ સોફ્ટવેર વિક્સીત કરવામાં 40 દિવસનો સમય લાગ્યો છે. આ સોફ્ટવેરને પેટન્ટ કરાવવા માટે પ્રોફેશરે અરજી કરી છે અને તેની સમીક્ષા માટે ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચને મોકલવામાં આવી છે.
આ અંગે સિવિલ એન્જિનિયરિંગ વિભાગના પ્રોફેસર કમલ જૈને દાવો કર્યો છે કે, આ સોફ્ટવેર માત્ર તપાસનો ખર્ચ બચાવવા સાથે સમય પણ બચાવશે. આ સાથે જ તે હેલ્થ વર્કરોના વાઈરસના સંક્રમણમાં આવવાનું જોખમ પણ ઘટાડશે. અત્યાર સુધી તેમના દાવાને કોઈ મેડિકલ સંસ્થાએ પુષ્ટિ નથી આપી.
જૈને જણાવ્યું કે, મેં COVID-19 અને નિમોનિયાના દર્દીઓના એક્સ-રે સહિત અંદાજે 60 હજાર એક્સ-રે સ્કીનનું વિશ્લેષણ કર્યા બાદ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ આધારિત ડેટાબેસ વિક્સિત કરીને ચેપી બીમારીમાં છાતીમાં કંજેશનના વચ્ચેના અંતરને ચકાસ્યું. આ ઉપરાંત મેં અમેરિકાની NIH ક્લિનિકલ સેન્ટરમાં ઉપલબ્ધ છાતીઓના એક્સ-રેના ડેટાબેસનું પણ વિશ્લેષણ કર્યું.
તેમણે વધુમાં જણાવ્યું કે, મારા વિક્સિત સોફ્ટવેરના ઉપયોગ થકી ડૉક્ટર, લોકોના એક્સ-રેના ફોટો અપલોડ કરી શકે છે. જે બાદ સોફ્ટવેર એટલું જ ચેક નહી કરે કે દર્દીમાં નિમોનિયાના કોઈ લક્ષણ છે કે કેમ, પરંતુ એ પણ જણાવશે કે, તે COVID-19ના કારણે છે કે અને કોઈ ચેપના કારણે. આ સિવાય તે સંક્રમણની ગંભીરતમાં પણ માપશે અને પરિણામ માત્ર 5 સેકન્ડમાં જ પ્રાપ્ત થઈ શકશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news