કોરોનાવાયરસ ની મહામારી વચ્ચે રાજસ્થાનની સામાન્ય જનતાને રાહત આપવા માટે રાજસ્થાન સરકારે 2 મહિના સુધી જનતાના વીજળી અને પાણી બિલ ને સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી અશોક ગેહલોત ના માર્ગદર્શન હેઠળ ચાલતી કોંગ્રેસ સરકારે કૃષિ વીજળી કનેકશનના બીલ ની ઉઘરાણી ૩૧ મે સુધી સ્થગિત કરી દીધી છે. સરકારના આ કાર્યથી ૧૩ લાખ ખેડૂતોને રાહત મળશે.
૧૫૦ યુનિટ સુધી ઘરગથ્થુ વપરાશ કરનારા ગ્રાહકોના વીજળી બિલની માર્ચ અને એપ્રિલ મહિનાની ઉઘરાણી સ્થગિત કરી દેવામાં આવી છે. આ ગ્રાહકો હવે મે મહિનામાં માર્ચ-એપ્રિલનું વીજળી બિલ ચુકવી શકશે. સરકારનો આ નિર્ણય 1.05 કરોડ લોકોને ફાયદારૂપ રહેશે.
આટલું જ નહીં પરંતુ રાજસ્થાનની કોંગ્રેસ સરકારે મે મહિનામાં જ્યારે ગ્રાહકો બિલ ભરશે ત્યારે તેમને 5 ટકાની છૂટ આપવાનો પણ નિર્ણય કર્યો છે. આ છૂટનો લાભ લેવા માટે ગ્રાહકોએ 31 મે પહેલા બિલ ભરવાનું રહેશે.
સરકાર 650 કરોડ રૂપિયા વીજ વિતરણ કંપનીઓને રાહત તરીકે આપ્યા છે. આટલું જ નહીં પરંતુ રાજસ્થાનની કોંગ્રેસ સરકારે પ્રધાનમંત્રી ખરીફ પાક વીમા યોજના-2019 ના રાજસ્થાનના હિસ્સાનું પ્રીમિયમ પણ એક જ મહિનામાં ચૂકવવાનું નક્કી કર્યું છે, જેથી ખેડૂતોને તેમના પાકવીમાની રકમ જલ્દીથી મળી રહે.
રાજસ્થાન સરકારે અન્ય કેટલાક ખેડૂતોના હિતમાં નિર્ણય લીધા છે જેથી રાજ્યના ખેડૂતો કોરોનાવાયરસ ની લડાઈમાં થઇ રહેલી મુશ્કેલીઓનો સામનો કરી શકે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news