ચંપલ ઘસાઈ જતા પગમાં પાણી ની બોટલ બાંધીને ચાલવા મજબુર છે મજૂરો

કોરોનાવાયરસ ને કારણે આખા દેશમાં lockdown છે. lockdown ને કારણે લોકો જ્યાં ત્યાં ફસાઈ ગયા છે. કેટલાય શહેરોથી મજૂરો પોતાના વતન તરફ પલાયન કરી રહ્યા…

કોરોનાવાયરસ ને કારણે આખા દેશમાં lockdown છે. lockdown ને કારણે લોકો જ્યાં ત્યાં ફસાઈ ગયા છે. કેટલાય શહેરોથી મજૂરો પોતાના વતન તરફ પલાયન કરી રહ્યા છે. ચાલતા ચાલતા તેમના ચપ્પલ ઘસાઈ ગયા છે, પરંતુ તમામ મુશ્કેલીઓનો સામનો કરીને તેઓ પોતાના ઘર તરફ જઈ રહ્યા છે.

પંજાબ પલાયન કરીના હરિયાણામાં દાખલ થતાં પ્રવાસી મજૂરો અંબાલાની સડક પર ચપ્પલ વગર દેખાયા. કેટલાકના ચપ્પલ ઘસાઈ ગયા હતા અને કેટલાય ના ચપ્પલ પોલીસ સાથેના સંઘર્ષ દરમિયાન તૂટી ગયા. આમ છતાં તેમણે હાર ન માની. પાણીની બોટલ પગમાં બાંધીને તેને ચપ્પલ બનાવી લીધી અને પોતાની મંઝીલ તરફ આગળ ચાલવા લાગ્યા.

વાસ્તવમાં પોતાના ગામ તરફ જઈ રહેલા પ્રવાસી મજૂરો જ્યારે પગપાળા જ નેશનલ હાઈવે પર ચાલવા લાગ્યા તો અંબાલા પોલીસે મજૂરોને પંજાબ તરફ પાછા ધકેલ્યા. આ ભાગદોડમાં કેટલાય પ્રવાસી મજુરોના જૂતા-ચપ્પલ સડક પર જ છૂટી ગયા અને તેમને તપતા તડકામાં પગપાળા જ ચાલવું પડ્યું.

જોકે અંબાલા ના ધારાસભ્ય અશ્વિન ગોયલે આ પ્રવાસી મજૂરોને હરિયાણા-પંજાબ ની સીમા પર આવી હાલતમાં જોતા નવા ચંપલ મંગાવી મજૂરોને પહેરાવ્યા. ત્યારબાદ તેમણે પંજાબ પોલીસને આગ્રહ કર્યો કે આ મજૂરોને તેમના ઘરે પરત જવા દેવામાં આવે, આ અંગે તમે અધિકારીઓ સાથે વાત પણ કરી.

ત્યાર બાદ ધારાસભ્ય પોલીસના ઉપરી અધિકારી સાથે વાત કરી. આટલું જ નહીં, તેમણે પગપાળા ચાલી રહેલા મજુરોને ચંપલ સિવાય નાસ્તાનો પણ બંદોબસ્ત કરી આપ્યો. અંતમાં તે દરેક મજૂરો પોતાના ઘર તરફ ચાલતા થયા.

આજ રીતે દેશ આખામાં મજૂરો તમામ કઠણાઈઓનો સામનો કરીને પોતાના ઘર તરફ જઈ રહ્યા છે. કોઈ બે દિવસથી તો કોઈ સાત દિવસથી પગપાળા ચાલી રહ્યા છે. કોઈ ઉત્તર પ્રદેશ બિહાર તો કોઈ રાજસ્થાન અને હરિયાણા જેવા રાજ્યોમાં પોતાના જિલ્લા તરફ નીકળી પડ્યા છે. નેશનલ હાઈવે પર મજૂરો તપતા તડકામાં જ પગપાળા ચાલવા માટે મજબૂર છે.

અમુક રાજ્યોએ પોતાના મજૂરોને પાછા લાવવા માટે કેટલીક જગ્યાએ ટ્રેન ની પણ વ્યવસ્થા કરી છે પરંતુ અમુક જગ્યાઓ પર મજૂરો હજી ફસાયેલા છે. આ જ કારણ છે કે તેઓ પગપાળા પોતાના વતન તરફ ચાલીને જવા મજબૂર બન્યા છે.

તમને જણાવી દઈએ કે lockdown ના કારણે ધંધા ઠપ થવાથી સૌથી વધુ માર ગરીબ મજૂરો પર પડી છે. lockdown ને કારણે કામ બંધ થયાં તો લાખોની સંખ્યામાં મજૂરો જ્યાં હતા ત્યાં જ રોકાઈ ગયા.

કેટલાક મજૂરો વધુ દિવસો ન રોકી શક્યા તો પગપાળા જ પોતાના વતન તરફ નીકળી ગયા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *