દરેક રાજ્યની કોંગ્રેસ કમિટી જરૂરિયાતમંદ શ્રમિક તથા કામદારને ઘરે પરત ફરવાની રેલવે ટિકિટનો ખર્ચ ઉપાડશે અને તે માટે જરૂરી પગલા લેશે તવો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે નિર્ણય લીધો છે. પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીનું આ નિવેદન ટ્વિટ કરવામાં આવ્યું છે.
આગામી સમયમાં ઉત્તર પ્રદેશ, બિહાર માં ચૂંટણીઓ આવી રહી છે. કર્ણાટક, મધ્ય પ્રદેશ માં રાજકીય પરિસ્થિતિ ગરમ છે. આ તમામ રાજ્યોમાં ભાજપ પ્રેરિત સરકાર રાજ કરી રહી છે. પરંતુ આજે સોનિયા ગાંધીના એક નિર્ણય થી આ તમામ રાજ્યોના દેશભરમાં કામ કરતા શ્રમિકો અને મજૂરોમાં મોટો મેસેજ ગયો છે.
ગુજરાતમાં મોટી સંખ્યામાં યુપી, બિહાર, મધ્ય પ્રદેશ ના કામદારો રોજગાર મેળવે છે. તેઓને વતન જવા માટે મોટી રકમ ચૂકવીને પણ હેરાન થઇ રહેવું પડી રહ્યું છે. ગુજરાતમાં નાના મોટા છમકલાઓ પણ થયા છે. બિહાર જેવા રાજ્યના કામદારો કર્નાટક સુધી રોજગાર મેળવવા જઈ રહ્યા છે.
ગઈકાલે જ સોશિયલ મીડિયામાં કર્ણાટકમાં રહેતા બિહારીઓએ વિડીયો વાઈરલ કર્યો હતો જેમાં બિહારના મુખ્યમંત્રી નીતીશ ને બેફામ મા બહેન સામે ગાળો આપી રહ્યા છે. આવું જ કઈક રોષ નું વાતાવરણ ગુજરાત ની બોર્ડર પણ જોવા મળ્યું હતું. જ્યાં શ્રમિકો પાસેથી 3000 જેટલું ભાડું વસુલીને લઇ જવાયા બાદ પરત મોકલાયા હતા.
ત્યારે આ તમામ અશાંતિના માહોલમાં સોનિયા ગાંધીએ ગરીબ મજુરો માટે જે પત્તું ફેંક્યું છે તે દાવ જો સીધો પડશે તો આ ચાર રાજ્યોમાં ભાજપની સરકારને ફટકો ચોક્કસ થી લાગશે. આ પગલાની અસર મહારાષ્ટ્રમાં પણ થઇ શકે છે. જ્યાં CM ઉદ્ધવ ને પોતાને વિધાનસભામાં પહોચવા માટે ચૂંટણી પણ જીતી બતાવવાની છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news