વીજળીના થાંભલા માંથી નીકળ્યું પાણી, લોકોએ કહ્યું આ ચમત્કાર છે

ઉત્તર પ્રદેશના અલીગઢમાં એક વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં જોઇ શકાય છે કે વીજળીના થાંભલા માંથી પાણીની મોટી ધાર નીકળી રહી છે.ક્યાં વિસ્તારમાં રહેતા લોકો સોશિયલ મીડિયા પર લખી રહ્યા છે કે ૩૩ હજાર વોલ્ટના વીજળી ના થાંભલામાંથી પાણી અને વિજળી એક સાથે લઈ શકો છો અલીગઢમાં થઈ રહ્યો છે આ ચમત્કાર.

આ વિડીયો નું સત્ય જાણવા માટે ન્યુઝ એજન્સી ની ટીમ ઘટના સ્થળે કોતવાલી ક્ષેત્રના ઉપરકોટ પહોંચી તો ત્યાં વીજળીના થાંભલા માંથી પાણી નીકળતું દેખાઈ રહ્યું હતું. ત્યારબાદ અમે લોકોને આ વિશે જણાવવાનું કહ્યું તો આ મામલો આખરે છે શું? ત્યાં હાજર રહેલા લોકો પણ વીજળીના થાંભલા માંથી નીકળતું પાણી જોઈ હેરાન હતાં. લોકો અંદરોઅંદર ચર્ચા કરી રહ્યા હતા કે આ વીજળીના થાંભલામાંથી પાણી કઈ રીતે નીકળી શકે. આ જોઇને લોકોમાં ડરનો માહોલ હતો. ક્યાંક બધાનું જીવન જોખમમાં ન મુકાઈ જાય.

વીજળીના થાંભલા પરથી ૩૩ હજાર વોલ્ટની લાઇન પસાર થઇ રહી હતી. લોકોએ તાત્કાલિક પ્રશાસનને તેની સૂચના આપી. એક દિવસ બાદ નિગમ અને વીજળી વિભાગની ટીમ ઘટના સ્થળ પર પહોંચી.તેમણે અનુમાન લગાવ્યું કે વીજળીના થાંભલાની નીચે કોઈ જૂની પાણીની પાઇપ લાઇન પસાર થઈ રહી છે જે લીક થઈ ગઈ છે. જેને કારણે થાંભલામાંથી પાણી નીકળી રહ્યું છે.

નગર નિગમના નિરીક્ષક હેમેન્દ્ર ગૌતમે જણાવ્યું કે વીજળી બંધ કર્યા બાદ નીચે તેની ખોદકામ કરવામાં આવશે. ત્યારે જ માલુમ પડશે કે આખરે કેમ પાણી નીકળી રહ્યું છે.અધિકારીનું કહેવું છે કે ટૂંક સમયમાં કામ ને સારું કરી દેવામાં આવશે. લોકોને આ વાતથી ડરવાની કોઈ જરૂર નથી.

અલીગઢમાં વીજળીના થાંભલા માંથી પાણી નીકળવું તો સત્ય સાબિત થયું પરંતુ આંખો એક ચમત્કાર નથી પરંતુ ખરાબી છે જેને ટૂંક સમયમાં સરખી કરવામાં આવશે. વીજળીના થાંભલા નીચે કોઈ જૂનું પાણીની પાઈપલાઈન જઈ રહી છે જે લીક થઈ ગઈ છે. જેનાબાદ થી થાંભલામાંથી પાણી આવવાનું શરૂ થઈ ગયું છે જેને લોકો ચમત્કાર માની રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *