ઇફતારી માટે ફળ ખરીદવા ગયો યુવક, ટ્રક નીચે સૂઈ જઈને કરી આત્મહત્યા

એક વ્યક્તિ આરામથી રોડના કિનારે ઊભો હતો એવામાં ત્થીયાં ટ્રક નીકળ્યો જે થોડો આગળ જઈને રોકાઈ ગયો. તે વ્યક્તિ આરામથી ચાલતાં ટ્રકની પાસે ગયો અને પૈડા નીચે ગરદન રાખી દીધી ત્યારે ટ્રક આગળ વધ્યો. વ્યક્તિનું ઘટનાસ્થળે જ મૃત્યુ થઈ ગયું.પહેલા લોકો અને દુર્ઘટના માની રહ્યા હતા પરંતુ સીસીટીવી જોયા તો માલૂમ પડયું કે આ આત્મહત્યા હતી. હેરાન કરી દેનારી આ ઘટના ઉત્તરાખંડના અધમ સિંહ નગર જિલ્લાની છે.

કાશીપુરા મહેશપુરા મોહલ્લામાં રહેતા હુસેન શનિવારે રમજાન મહિનામાં રોઝા ઇફતારી માટે ફળ લેવા માટે ગયો. આ દરમિયાન તેનું ટ્રક નીચે આવવાથી મૃત્યુ થઈ ગયું હતું.

મૃતકના પરિજનોના મામલે ટ્રકચાલક પર હત્યાનો આરોપ લગાવી રહ્યા હતા તો પોલીસ પણ મામલાને ફક્ત દુર્ઘટના માની રહી હતી.

રવિવારના રોજ જ્યારે આ ઘટનાના સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવ્યા તો સમગ્ર ઘટનાક્રમને પલટીને રાખી દીધો. સીસીટીવીમાં કેદ થયેલી ફૂટેજથી સાફ દેખાઈ રહ્યું હતું કે મૃતક યુવાન ટ્રક નીચે આવીને આત્મહત્યા કરી લીધી છે. સીસીટીવી ફૂટેજના સામે આવ્યા બાદ પોલીસે પોતાની કાર્યવાહી શરૂ કરી દીધી છે.

કાશીપુરના એસપી રાજેશે જણાવ્યું કે પોલીસ પહેલા આ ઘટનાને ફક્ત દુર્ઘટના માની રહી હતી પરંતુ સીસીટીવી કેમેરામાં કેદ થયેલી તસવીરો એ ઘટના વિશે સંપૂર્ણ સત્ય જણાવી દીધું.પૂછપરછમાં માલૂમ પડ્યું કે પતિ-પત્ની વચ્ચે અણબનાવ હોવાના કારણે મૃતક ડિપ્રેશનમાં ચાલ્યો ગયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *