કોરોનાવાયરસને કારણે અર્થવ્યવસ્થા પર થતી અસરને જોતા દિલ્હી સરકારે એક મોટો નિર્ણય લીધો છે. દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકારે પેટ્રોલ અને ડીઝલ પર વેટ વધારવાનો નિર્ણય લીધો છે. મંગળવારથી દિલ્હીમાં હવે પેટ્રોલ 1.67 રૂપિયા અને ડીઝલ 7.10 રૂપિયા મોંઘુ થઈ ગયું છે.
મંગળવારે રાજ્ય સરકારે પેટ્રોલ અને ડીઝલ બંને પર વેટ વધારવાનો નિર્ણય લીધો છે. પેટ્રોલ પર વેટને વધારીને ૨૭ ટકાથી 30 ટકા કરવામાં આવ્યો છે. જ્યારે ડીઝલ પર 16.77 ટકાથી વધારીને 30 ટકા કરવામાં આવ્યો છે.
આ નિર્ણય બાદ દિલ્હીના નાણામંત્રી મનીષ સિસોદિયાએ ટ્વિટ કરતાં લખ્યું છે કે મુશ્કેલીના સમયમાં આકરા નિર્ણયો લેવા પડે છે, નાણામંત્રી રહેતા સમયે આ શીખ્યું છે. જીવન હંમેશા શાનદાર નથી હોતું.
Life isn’t all about rainbows and sunshine. Tough times need Tough solutions – my learning as Finance Minister
— Manish Sisodia (@msisodia) May 5, 2020
તેની સાથે દિલ્હીમાં હવે પેટ્રોલની કિંમત ૭૧.૩૬ રૂપિયા પ્રતિ લિટર થઇ ગઇ છે,જ્યારે ડીઝલની કિંમત વધીન 69.29 રૂપિયા પ્રતિ લિટર થઇ ગઇ છે.
ઉલ્લેખનીય છે કે કોરોનાવાયરસ ના સંકટના કારણે છેલ્લા 40 દિવસથી બધુ lockdown છે, એવામાં સરકારને ખૂબ નુકસાન થયું છે.
પાછલા દિવસોમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ કહ્યું હતું કે સરકારને એપ્રિલનું રેવન્યુ ૫૦૦ કરોડ રૂપિયાથી ઘટાડી 300 કરોડ રૂપિયા જ રહી ગયું છે. આ સાફ થાય છે કે સરકાર ની કમાણી પર પડેલી આ અસરનો દંડ હવે સામાન્ય પ્રજાને ભોગવવો પડી રહ્યો છે.
દારૂ ની કિંમતમાં પણ કરવામાં આવ્યો હતો વધારો
પાછલા દિવસોમાં દિલ્હી સરકારે દારૂ નહીં કિંમતમાં વધારો કર્યો હતો. સોમવારની સાંજે દિલ્હી સરકારે દારૂ ઉપર 70% સેન્સ લગાવ્યો હતો, ત્યારબાદથી દારૂની કિંમતોમાં જબરદસ્ત વધારો આવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news