કોરોનાના કહેર વચ્ચે ભારતમાં 4 આશાના કિરણો દેખાયા, PM મોદી પણ રાજીને રેડ થઇ ગયા. જાણો વિગતે

કોરોના વાયરસ સામે મોટી જંગ લડી રહેલા ભારતે આજે લોકડાઉનમાં કેટલીક છૂટછાટ આપી છે, જેનાથી અર્થતંત્ર ચાલી શકે. આ છૂટછાટ સરકાર ત્યારે જ આપી શકી જ્યારે તેમને કેટલાંક પોઝિટીવ સંકેત મળ્યા હોય. તેમાં ઇન્ફેકશન રેટ, ડેથ રેટ ઘટાડવાનું સામેલ છે. તેની સાથે જ ભારતનો કોરોનાથી રિકવરી રેટ પણ સારો છે. અત્યાર સુધી 10,886 લોકો કોરોનાથી સ્વસ્થ થઇ ચૂકયા છે.

રિકવરી રેટ વધવાથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પણ આવ્યો કોન્ફિડન્સ

કોરોના વાયરસ લોકડાઉનના લીધે દેશ થોભી ગયો હતો. પરંતુ ઝડપથી રિકવરી રેટ જોઇને પ્રધાનમંત્રી મોદી અને બાકી અધિકારીઓએ જાણે રાહતના સ્વાસ લીધા હોય. હાલ દેશમાં કોરોનાના સંક્રમણમાં આવેલા 10,886 લોકો સ્વસ્થ થઇ ચૂકયા છે. આ રિકવરી રેટ 22 ટકાની નજીક છે. કહેવાય છે કે આના પરથી મોદી સરકારમાં અર્થતંત્ર સાથે જોડાયેલી વસ્તુઓને ફરીથી ખોલવાનું સાહસ આવ્યું. એક સિનિયર અધિકારીએ આશા વ્યકત કરી કે મે મહિનાના અંત સુધીમાં રિકવરી રેટ 50 ટકાની નજીક પહોંચી જશે.

10 લાખ ટેસ્ટ પૂરા, ઇંફેકશન રેટ અમેરિકા અને ઇટલી કરતાં પણ ઓછા

દેશ એ કોરોના વાયરસના 10 લાખ ટેસ્ટ પૂરા કરી લીધા છે. તેમાં ઇંફેકશન રેટ 4 ટકાથી ઉપર પહોંચ્યો નથી. સરેરાશ 4.5 ટકાથી ઘટીને 3.8 ટકા પર આવી ગયો છે. એટલા જ ટેસ્ટિંગના આંકડાઓને ચકાસીએ તો આ અમેરિકા, ઇટલી, સ્પેન, તુર્કી, જર્મની કરતાં શ્રેષ્ઠ છે.

દર્દી ડબલ થવામાં હવે 12 દિવસનો સમય લાગે છે, પહેલાં 10.50 દિવસ હતા.

દેશમાં કોરોનાના કેસ ડબલ થવામાં હવે સમય લાગી રહ્યો છે. છેલ્લાં 14 દિવસમાં કેસ ડબલ થવાનો દર 10.50 દિવસ હતો પરંતુ રવિવારના આંકડાના મતે હવે કેસ ડબલ થવામાં 12 દિવસ લાગી રહ્યા છે. આ એક ખુબ સારી વાત સાબિત થઇ શકે છે. જેમ જેમ કેસોમાં સંખ્યા ઘટશે તેમ તેમ આ કોરોના પણ ઘટાડો થશે.

હાલમાં લોકોની મૃત્યુ પામવાના રેટમાં પણ ઘટાડો થયો

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને રવિવારના રોજ કહ્યું હતું કે ભારતમાં આ બીમારીથી મરનારાઓની સંખ્યા દુનિયામાં સૌથી ઓછી છે. આપણે ત્યાં મૃત્યુ દર 3.2 ટકા છે જે દુનિયામાં સૌથી ઓછો છે. અત્યાર સુધી 10632 કોરોના દર્દીઓને હોસ્પિટલમાંથી રજા અપાઇ ચૂકી છે.

કોરોના વાયરસની સૌથી વધુ અસર મધ્યપ્રદેશ, દિલ્હી, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં છે. મધ્યપ્રદેશમાં પોઝિટીવ રેટ 7.6 ટકા, દિલ્હીમાં 7.3 ટકા, મહારાષ્ટ્રમાં 7.2 ટકા અને ગુજરાતમાં 6.9 ટકા છે. એપ્રિલ મહિનામાં તામિલનાડુમાં પોઝિટીવ રેટ 9.2 ટકા હતો જે હવે ઘટીને 2 ટકા પર આવી ગયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *