દેશભરમાં કોરોનાવાયરસના સંક્રમણને નજરમાં રાખતાં કેન્દ્ર સરકારે 17મી સુધી lockdown વધારી દીધું છે. જેના કારણે સીબીએસસી બોર્ડ થી લઈને NEET, JEE Mains અને સ્કૂલ-કોલેજના વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં છે.કોઈને પોતાની પરીક્ષાની ચિંતા છે તો કોઈને પોતાના શેસન કે ક્લાસ ક્યારે શરૂ થશે તેની ચિંતા છે. મંગળવારે માનવ સંસાધન વિકાસ મંત્રી રમેશ પોખરીયાલ તમામ સવાલોના જવાબ આપતા વિદ્યાર્થીઓ ની ચિંતા દૂર કરી.
જણાવી દઈએ કે એક વિદ્યાર્થીએ એચઆરડી મંત્રીને પૂછ્યું કે કોલેજ ક્યારે ખુલશે?સવાલના જવાબમાં એચઆરડી મંત્રી એ કહ્યું કે UCG કેલેન્ડરમાં કોલેજ પરીક્ષાઓ 1 જુલાઈથી કરાવવાની અને ઓગષ્ટમાં નવું સત્ર શરૂ કરવાનો સુઝાવ આપવામાં આવ્યો છે. એનો મતલબ એ છે કે કોલેજ ઓગસ્ટથી ખૂલી શકશે. તેમણે અહીંયાની NEET અને JEE MAINS ની પરીક્ષાની તારીખો વિશે પણ જણાવ્યું.
આ વિડીયોમાં સાંભળો વિદ્યાર્થી સાથે થયેલી સમગ્ર વાતચીત
Interacting with students from across India #EducationMinisterGoesLive https://t.co/nMNqRz0per
— Dr Ramesh Pokhriyal Nishank (@DrRPNishank) May 5, 2020
એચઆરડી મંત્રીને કહ્યું કે કોલેજ લેવલની પરીક્ષાઓ 1 જુલાઈથી થશે પછી તેના બાદ જુલાઈ અંત સુધીમાં રિઝલ્ટ જાહેર કરવાનો પ્રયત્ન કરવામાં આવશે જેથી ઓગસ્ટમાં થી નવું સત્ર શરૂ થઈ શકે.તેમણે કહ્યું કે અને સંસ્થાઓ અને પોતાના વિસ્તારની સ્થિતી વિશે માહિતી આપવાનું કહ્યું છે.
તેમણે વિદ્યાર્થીઓના જણાવ્યું કે કોઈપણ પ્રકારના સવાલ માટે UCG તરફથી કોવીડ 19 ટાસ્ક ફોર્સ બનાવવામાં આવી છે.તેમણે જણાવ્યું કે કોઈ વિસ્તાર જુલાઈ સુધી પ્રભાવિત રહે છે તો વિદ્યાર્થીઓ માટે પહેલા થયેલા પરીક્ષા અને ઇન્ટર્નલ પરીક્ષા માં જે રીઝલ્ટ હતું તેના આધારે આગળ વધારવામાં આવશે.
એચઆરડી મંત્રી એ એ પણ જણાવ્યું કે કોરોના સંકટ વચ્ચે NEET ની પરીક્ષા 26 જુલાઈએ થશે સાથે જ JEE MAINS ની પરીક્ષા 18 જુલાઈ થી 23 જૂલાઈ વચ્ચે હશે. JEE ADVANCE ની પરીક્ષા હવે ઓગસ્ટમાં થશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news