દેશમાં સતત વધતા જતા કોરોના ના કેસ ચિંતાનો વિષય બન્યા છે. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખ્યો હતો. જેમાં મુખ્યમંત્રીએ એઈમ્સના ડાયરેક્ટર રણદીપ ગુલેરિયાને અમદાવાદમાં કોરોનાની વણસતી જતી સ્થિતિનું આકલન કરવા માટે વિનંતી કરી છે.
એમ્સના ડાયરેક્ટર રણદીપ ગુલેરિયા જણાવ્યું હતું કે, જે પ્રકારનો ટ્રેંડ જોવા મળી રહ્યો છે તે પ્રમાણે કોરોના વાયરસના કેસ જૂન મહિનામાં તેની ચરમસીમાએ પહોંચી જશે. જોકે એવુ પણ બિલકુલ નથી કે આ બિમારી એક જ ઝાટકે ખતમ થઈ જશે. કોરોનાના કેસમાં ધીમે ધીમે જ ઘટાડો થશે. આપણે કોરોના સાથે જ જીવવાની આદત પાડવી પડશે.
COVID-19 is likely to peak in June-July: AIIMS-Delhi Director Dr Randeep Guleria
Read @ANI story | https://t.co/2rQndRNRJO pic.twitter.com/3NIZHHGZRY
— ANI Digital (@ani_digital) May 7, 2020
રણદીપ ગુલેરિયાએ જે પ્રમાણે આંકલન કર્યું છે તે હિસાબે જુન મહિના સુધી હજુ કેસ વધતા જ રહેશે અને આંકડો ઘટશે તો નહી જ. આમ હવે દેશવાસીઓએ જ આ વાયરસને રોકવા માટે જરૂરી સાવચેતી રાખવી પડશે.
ભારતમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણના 53491થી વધારે કેસ નોંધાયા છે, જ્યારે 1800 જેટલા લોકોએ જીવ ગુમાવ્યા છે. 15393 લોકોને સારવાર પછી રજા અપાઈ છે. હાલ 35989 એક્ટિવ કેસ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news