lockdown ના કારણે રાજધાની દિલ્હી સહિત ઘણા રાજ્યોમાં દારૂની દુકાન બંધ હતી, પરંતુ હવે પ્રદેશ સરકારોએ દારૂની દુકાન ખોલવાની પરવાનગી આપી દીધી છે. આ રીતે મધ્યપ્રદેશના ભીંડમાં પણ ગુરુવારના દિવસે દારૂની દુકાન ખૂલી ગઈ. ત્યારબાદ જે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે એ ખૂબ ચોંકાવનારા છે. જે ગંભીર અને હાસ્યાસ્પદ છે.
મધ્યપ્રદેશના ભીંડમાં ઘણા લોકો દારૂની દુકાન ઉપર સોશિયલ distance નું ઉલ્લંઘન કરી દારૂ ખરીદતા જોવા મળ્યા. દારૂની દુકાનોની સામે કિલોમીટર લાંબી લાઈનો જોવા મળી. ઘણા લોકો તો સવારથી જ લાઈનમાં ઊભા રહી ગયા અને દુકાન ખુલવાની રાહ જોઈ રહ્યા હતા.
દારૂ ખરીદતી વખતે લોકો સોશિયલ distance માટે બનાવવામાં આવેલા નિયમોનું ઉલ્લઘન કરી રહ્યા હતા અને ભીડ કરી દારૂ ખરીદી રહ્યા હતા. કોઈએ પણ સોશિયલ distance માટે બનાવવામાં આવેલ સર્કલ પર ધ્યાન પણ ન આપ્યું. આ વચ્ચે એક તરફ મજેદાર દ્રશ્યો જોવા મળ્યાં કેટલાક લોકો બોરીમાં ભરી દારૂ લઈ ગયા.
જોવા જઈએ તો ગુરુવારના દિવસે ભિન્ડમાં દારૂની દુકાન ખૂલી ગઈ. દારૂની દુકાન ખોલવાની ખબર મળતા જ દારૂ ખરીદવા માટે લોકોનું ટોળું ઉમટી પડ્યું. આ દરમિયાન દારૂની દુકાનની બહાર સોશિયલ distance નું કોઈપણ પાલન કરી રહ્યા ન હતા. ભીડમાં મોટાભાગના લોકો પાસે માસ પણ ન હતા તેમ છતાં લોકોએ માસ્ક પહેર્યા હતા તે પણ બરાબર ન હતા.
આ દરમિયાન ઘણા લોકોએ ચારથી છ બોટલો દારૂ ખરીદી રહ્યા હતા. તો કેટલાક લોકો દારૂની બોટલો ખરીદી રોડ પર જમા કરતા દેખાયા. એટલું જ નહીં કેટલાક લોકો તો દારૂની બોટલો બોરી માં ભરી ભરીને લઇ જતા જોવા મળ્યા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news