ગુજરાતમાં અત્યાર સુધીમાં કોરોના ને કારણે ૮૦૦૦થી વધુ કોરોના કેસ નોંધાઇ ચુક્યા છે. ત્યારે અમદાવાદની પરિસ્થિતિ અતિ ગંભીર બની રહી છે. અમદાવાદમાં હાલમાં ૫૮૦૦ જેટલા કોરોના ના કેસ નોધાઇ ચુક્યા છે. ત્યારે પરિસ્થિતિ હજુ નાજુક બને તેવા એક સમાચાર સામે આવી રહ્યા છે. અમદાવાદ ખાતે આવેલી સિવિલ હોસ્પિટલનો નર્સિંગ સ્ટાફ સહીતનો સ્ટાફ હડતાલ પર ઉતરી ગયો છે.
સિવિલ હોસ્પિટલનો નર્સિંગ સ્ટાફના 45 જેટલા લોકો પગાર વધારાની માંગ સાથે હડતાલ પર ઉતરી ગયા છે. જયારે બીજી બાજુ સિક્યુરિટીના સ્ટાફના લોકો પણ ફરી એકવાર હડતાલ પર ઉતરી ગયા છે. પ્રાઇવેટ આઉટ સોર્સીંગ થી ભરતી કરાયેલ સ્ટાફ હડતાલ પર ઉતર્યો છે. જોકે રાહતની વાત એ છે કે, હાલ હડતાલ પરના કોઈ લોકો કોરોનાની ફરજ પર નથી. પ્રાઇવેટ સિક્યુરિટી સ્ટાફ ના કર્મચારીઓ કાયમી ભરતી કરવા માટેની માંગ સાથે હડતાલ પર ઉતર્યા છે. કોરોના જેવી મહામારીમાં જીવના જોખમે કામ કરતા આ સ્ટાફને પૂરતો પગાર નહિ મળવાની ફરિયાદ સાથે હડતાલ પર ઉતર્યા છે.
આ પહેલા પણ અમદાવાદની SVPના નર્સીગ, પેરામેડિકલ સહિતના 200 આરોગ્ય કર્મચારીઓ હડતાળપર ઉતર્યા હતા. એસવીપી હોસ્પિટલમાં આરોગ્ય સેવા બજાવતા કર્મીઓ માટે કોરોના ટેસ્ટ કે અન્ય કોઈ વ્યવસ્થા તથા કોઈ દરકાર ના રાખતા કર્મીઓ હડતાળ પર ઉતર્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news