અમદાવાદીઓ પર કોરોના બાદ આવ્યો આસમાની ખતરો- જાણો હવામાન વિભાગની આગાહી

આખા ગુજરાતમાં કોરોના વચ્ચે હવે ગરમીના કહેરમાં પણ વધારો થઇ રહ્યો છે. હવે આગામી બે દિવસમાં અમદાવાદમાં ગરમીનો પારો 45 ડિગ્રીએ પહોંચી શકવાની સંભાવના છે…

આખા ગુજરાતમાં કોરોના વચ્ચે હવે ગરમીના કહેરમાં પણ વધારો થઇ રહ્યો છે. હવે આગામી બે દિવસમાં અમદાવાદમાં ગરમીનો પારો 45 ડિગ્રીએ પહોંચી શકવાની સંભાવના છે અને જેના પગલે હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ પણ જાહેર કરી દેવામાં આવ્યુ છે. ઉનાળાની વર્તમાન સિઝનમાં આ વખતે પહેલી વખત રેડ એલર્ટ જાહેર કરાઇ છે.

ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગ દ્વારા તાપમાન 41.1થી 13 ડિગ્રી વચ્ચે હોય તો યલો, 43.1થી 44.9 વચ્ચે હોય તો ઓરેન્જ જ્યારે 45થી વધુ હોય તો રેડ એલર્ટ જાહેર કરાય છે. હવામાન વિભાગના મતે અમદાવાદમાં આગામી 1 મે-2 મેના તાપમાન 45 ડિગ્રીની આજુબાજુ રેહવાની સંભાવના છે. આ પછી ગરમીમાં તબક્કાવાર ઘટાડો થઇ શકે છે. જેના ભાગરૃપે 3 મેના 43, 4 મેના 42 અને 5 મેના 41 ડિગ્રી સુધી તાપમાન નોંધાઇ શકે છે.

અમદાવાદમાં બુધવારે સરેરાશ મહત્તમ તાપમાન 43.8 ડિગ્રી નોંધાયું હતું. જે છેલ્લા 9 વર્ષમાં એપ્રિલ માસમાં નોંધાયેલી સૌથી વધુ ગરમી છે. ગરમીથી બચવા માટે છાસ, પાણી, લીંબુનું સતત સેવની કરવાની ડોકટરો દ્વારા સલાહ સુચન આપવામાં આવી રહ્યા છે. જોકે, હાલમાં લોકડાઉનને લીધે કોઇ પણ કામ સિવાય ઘરની બહાર નીકળતું નથી. પરંતુ ઘરમાં પણ અસહ્ય ગરમીનો સામનો કરવો પડી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *