ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રા વિરુદ્ધ છત્તીસગઢમાં એફઆઈઆર નોંધવામાં આવી છે. યુથ કોંગ્રેસના પ્રદેશાધ્યક્ષ પૂર્ણચંદ્ર પાધીની ફરિયાદ ઉપર રાયપુર જિલ્લાના સિવિલ લાઇન્સ પોલીસ સ્ટેશનમાં સંબિત પાત્રા વિરુદ્ધ આઇટી એક્ટ અને આઈપીસીની ધારાઓ અંતર્ગત કેસ નોંધવામાં આવ્યો છે.
પોલીસ અનુસાર ફરિયાદમાં ફરિયાદીએ કહ્યું હતું કે બીજેપી પ્રવક્તા પાત્રાએ ૧૦મી મેના રોજ ટ્વિટ કરી પૂર્વ પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નેહરુ અને રાજીવ ગાંધી પર કાશ્મીર મામલે અને શીખ વિરોધી હુલ્લડો તેમજ બોફોર્સ ગોટાળાને લઈને ખોટો આરોપ લગાવ્યો હતો.
ફરીયાદીનું કહેવું હતું કે બંને પૂર્વ પીએમને કોઈ પણ ભ્રષ્ટાચાર સંબંધિત મામલામાં દોષિત નથી માનવામાં આવ્યા.જ્યારે દેશ કોરોના જેવી મહામારી સામે લડી રહ્યો છે, તો એવામાં આ પ્રકારનું ટ્વીટ કરવું ધાર્મિક સમૂહ, સમુદાયો વચ્ચે સદભાવ માટે નુકસાનદાયક છે. આનાથી શાંતિ ભંગ થવાની આશંકા પણ છે.
તેમજ રાયપુર જિલ્લાના વરિષ્ઠ પોલીસ અધિકારી આરીફ શેખએ સોમવારે જણાવ્યું કે જિલ્લાના સિવિલ લાઇન્સ પોલીસ સ્ટેશનમાં પોલીસે યુથ કોંગ્રેસના પ્રદેશાધ્યક્ષની ફરિયાદ પર સંબિત પાત્રા વિરૂદ્ધ કેસ નોંધ્યો છે. સમગ્ર મામલાની તપાસ કરવામાં આવી રહી છે.
સંબિત પાત્રાની પોતાના ટ્વિટ પર પ્રતિક્રિયા
वाक़ई घोर कलियुग आ गया है चोरों को चोर कहो तो थाने में जा के रपट लिखाते है …
घोर कलियुग!!
जाओ कांग्रेसीयों और रो रो के टीचर से कम्प्लेन करो।
भाइयों और बहनो इस पोस्टर को इतना retweet करो की ये पोस्टर हर घर तक पहुँच जाए
जय हो? pic.twitter.com/yAfii8Z7uR— Sambit Patra (@sambitswaraj) May 10, 2020
આ બાજુ રાજ્યના બીજેપી પ્રવક્તા સંજય શ્રીવાસ્તવે કહ્યું છે કે સત્તાધારી દર સત્તાનો દુરુપયોગ કરી વિરોધી દળના નેતાઓ વિરુદ્ધ કેસ નોંધાવા માટે કહી રહ્યું છે.