lockdown એ લોકોને મજબૂર કરી દીધા છે અને આ મજબૂરીમાં મજૂરો ઉઘાડા પગે ભૂખ્યા પેટે સેંકડો કિલોમીટર ભૂખ્યા પેટે જ ચાલી નીકળ્યા છે.કોઈક જગ્યાએ ટ્રેનમાં કપાઈ ને તેમનું મૃત્યુ થઈ રહ્યું છે તો કોઈક ગાડીની દુર્ઘટનાનો શિકાર થઇ રહ્યા છે. હવે પરિસ્થિતિ ત્યાં સુધી આવી ગઈ છે કે તડકા અને ગરમીને કારણે પણ મજૂરોનો જીવ જઈ રહ્યો છે.
તેલંગાણાના ભદ્રાચલમમાં આજે કડકડતા તાપ અને ગરમી એક પ્રવાસી મજૂરના મોતનું કારણ બની ગઈ છે. ૨૧ વર્ષનો આ નવયુવાન હૈદરાબાદથી પોતાના સાથીઓ સાથે ઓરીસ્સા જવા માટે નીકળ્યો હતો. રવિવારના રોજ આ તમામ મજૂરો હૈદરાબાદથી નીકળ્યા હતા. દિવસ રાત પગપાળા ચાલી રહ્યા હતા. મે મહિનાની આકરી ગરમી અને લૂ વચ્ચે આ મજૂરોએ પોતાની મુસાફરી ચાલુ રાખી. લગભગ ૩૦૦ કિલોમીટર ચાલ્યા બાદ તેઓ ભદ્રાચલમ પહોંચી ગયા.
મંગળવારે જ્યારે આ મજૂર ભદ્રાચલમ પહોંચ્યા તો ૨૧ વર્ષના યુવકને અચાનક છાતીમાં દુખાવો થયો. તેના બાદ ઊલટીઓ થવા લાગી. જોત જોતામાં યુવક રોડ પર પડી ગયો.આ જોઈને સાથી મજૂરો ડરી ગયા અને કોઈ પણ રીતે તેને ભદ્રાચલમ હોસ્પિટલ લઈ ગયા.હોસ્પિટલ પહોંચવાના પહેલાં જ યુવાન મજુરનું મૃત્યુ થઈ ચૂક્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news