કોરોનાગ્રસ્ત મહિલાએ આપ્યો બાળકને જન્મ: બાળકનો રીપોર્ટ જાણી ચોંકી ઉઠશો.

ભાવનગરમાં કોરોનાની શરૂઆતથી લઈને આજદિન સુધીની ભાવનગરની સર તખ્તસિંહજી જનરલ હોસ્પિટલ દ્વારા કરવામાં આવી રહેલ કામગીરી અનન્ય, અભૂતપૂર્વ રહી છે. આ હોસ્પિટલની મેડીકલ ટીમે 92 વર્ષ, 90 વર્ષ થી લઈને 18 મહિનાના બાળકને કોરોનામુક્ત કરી પોતાની કાર્યદક્ષતા પુરવાર કરી છે. તો આજ મેડિકલ ટીમે બે-બે કોરોના પ્રસુતાઓની સમયસૂચકતા વાપરી તાત્કાલિક પ્રસુતિ પણ કરાવી છે.

તારીખ 12/5/2020 ના રોજ સમાબેન મોહમ્મદરજા નયાણી (ઉંમર વર્ષ ૨૭, રહેવાશી: સવાઇગરની શેરી, ભાવનગર) નો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેના કારણે તમને તાત્કાલિક રાત્રે 10:30 કલાકે તેઓને સર ટી. હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. તેઓને પૂરા મહિનાનો ગર્ભ હોય, મોડી રાત્રે તેઓને પ્રસૂતિનો દુઃખાવો થતાં સર ટી. હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં વ્યવસ્થા કરવામાં આવેલ હતી. ઓપરેશન થિયેટરમાં જ તેઓના સિઝેરિયનની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. ગાયનેક વિભાગના વડા ડો.કનકલતાબેન નકુમના માર્ગદર્શન હેઠળ ગાયનેક વિભાગના તબીબ ડો.દિશા અને ડો.ધન્યા દ્વારા સફ્ળતાપૂર્વક સિઝેરિયન કરવામાં આવ્યુ હતું.

અને મોડી રાત્રીના 02:19 કલાકે સમાબહેને બાળકને જન્મ આપ્યો હતો. તમને જણાવી દઈએ કે આ બાળક એકદમ સ્વસ્થ હતું. જેને સર ટી. હોસ્પિટલના બાળરોગ વિભાગના વડા ડો.મેહુલભાઈ ગોસાઈ અને તેઓની ટીમ દ્વારા નવજાત બાળકની સંપૂર્ણ તપાસ કરી તેનું પણ કોરોનાનું સેમ્પલ લીધું હતું. જેનો રિપોર્ટ નેગેટિવ આવતા સમાબહેન તેમજ તેમના પરિવારજનોમાં ખુશીની લાગણી છવાઈ હતી. આવી રીતે મેડિકલ ટીમે બીજા કોરોના પોઝિટિવ દર્દીની સફ્ળતાપૂર્વક સિઝેરિયન કરી પ્રસૂતિ કરવામા સફ્ળતા મેળવતા મેડિકલ ટીમ પર અભિનંદનની વર્ષા થઈ રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *