ગોધરાના 26 લોકો છેલ્લા 3 મહિનાથી પાકિસ્તાનમાં ફસાયા છે, જાણો કેવી થઇ છે હાલત?

કોરોના વાયરસના કારણે લાખો લોકો બેઘર થયા છે, લોકો રોજગારી માટે દેશ-વિદેશ ગયા હતા, અને લોકડાઉન થવાથી ત્યાને ત્યાં જ ફસાઈ ગયા હતા. પણ સરકારે…

કોરોના વાયરસના કારણે લાખો લોકો બેઘર થયા છે, લોકો રોજગારી માટે દેશ-વિદેશ ગયા હતા, અને લોકડાઉન થવાથી ત્યાને ત્યાં જ ફસાઈ ગયા હતા. પણ સરકારે પણ ધીરે ધીરે લોકોને વતન પાછા લાવવા માટે ઘણા પ્રયાશો કર્યા હતા અને ઘણા લોકોને વતન પાછા પણ લાવ્યા હતા. પણ અમુક લોકો હજુ સુધી પણ ત્યાં ને ત્યાં જ ફસાયેલા છે. તેઓ તેના વતન પાછા આવવા માટે તડપી રહ્યા છે અને સરકાર પાસે મદદ માંગી રહ્યા છે.

પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર ગુજરાત રાજ્યના પંચમહાલના ગોધરા જીલ્લમાં 26 જેટલા લોકો પાકિસ્તાનમાં ફસાયા હોવાની વાત સામે આવી રહી છે. 2 મહિના પહેલા ગોધરા માંથી 26 લોકો કરાંચી લગ્નમાં ગયા હતા, પરંતુ અચાનક ભારત-પાકિસ્તાનમાં લોકડાઉન જાહેર કરી દેવામાં આવતા તેઓ પાકિસ્તાનમાં જ ફસાઈ પડ્યા હતા. તેઓ ભારત આવવા ઘણા પ્રયાસો કરતા હતા પણ કોઈ સફળતા હાથ લાગી ના હતી.

હાલના સમયમાં તેમણે સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ કરી મોદી સરકાર પાસે મદદ માંગી છે. સાથે-સાથે એવું પણ જાણવા મળી રહ્યું છે કે અનેક વખત ઈ-મેઈલથી જાણ કરી હોવા છતાં તેમને મદદ મળી રહી નહોતી. તમામ 26 લોકોએ સરકારને મેઈલ કર્યો હોવાનો દાવો કર્યો છે. 4 જૂનના રોજ અમૃતસરથી ગોધરાની ટ્રેનની ટિકીટ પણ બુક કરાવી હતી. પરંતુ તે ટ્રેન કેન્સલ થઈ હતી.

આ તમામ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, પંચમહાલના ગોધરાના 26 લોકો છેલ્લા 2 થી 3 મહિનાથી પાકિસ્તાનના કરાચીમાં ફસાયા હોવાના એક અહેવાલ સામે આવ્યા છે. પાકિસ્તાનમાં એક લગ્ન સમારંભમાં ભાગ લેવા ગયેલા આ તમામ લોકો લોકડાઉનને કારણે પાકિસ્તાનમાં ફસાયા છે. આ લોકોએ પરિવાર વગર જ પાકિસ્તાનમાં રમજાન અને ઈદ મનાવી છે. તેમાંના કેટલાક લોકો 22 ફેબ્રુઆરીએ પાકિસ્તાન ગયા હતા. જ્યારે અન્ય લોકો 11મી માર્ચે ગયા હતા.

હાલ સોશિયલ મીડિયા મારફતે તમામે વીડિયો અને ઈ-મેઈલ મારફતે ભારત પરત આવવા માટે તેમણે સરકાર પાસે મંજૂરી માગી હતી. પરંતુ સરકારે તેમની મંજૂરી સ્વીકારી નહોતી. 4 જૂને તેમણે અમૃતસરથી ગોધરાની ટ્રેનમાં ટિકિટ બુક કરી છે. તેમણે સરકાર પાસે અટારી-વાઘા બોર્ડરથી ભારતમાં આવવા માટે મંજૂરી માગી છે. પાકિસ્તાનના કરાંચીમાં રહેતા સામાજિક કાર્યકર સલીમ મુર્શાદ ગોધરાના લોકોએ પરત મોકલવામાં મદદ કરી રહ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગોધરામાં રહેતા કેટલાય લોકોના પરિવારજનો અને સંબંધીઓ પાકિસ્તાનમાં રહે છે. જેને કારણે અવારનવાર આવા કિસ્સાઓ બનતા રહે છે. આ પહેલા પણ 370ની કલમ નાબૂદ કરી હતી. ત્યારે પણ ગોધરાના 80 લોકો પાકિસ્તાનમાં ફસાયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *