શરદી-તાવ સિવાય કોરોના વાયરસનું વધુ એક ગંભીર લક્ષણ આવ્યું સામે, WHOએ આપી વિશ્વને ચેતવણી. જાણો અહીં

જયારે સમગ્ર દુનિયામાં કોરોના વાયરસે તેની કહેર મચાવી છે ત્યારે થોડી વધારે સાવચેતી રાખવા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને (World Health Organization) કોરોના વાયરસના એક નવા લક્ષણની દુનિયાને ચેતવણી આપી છે. World Health Organizationના નિષ્ણાતોનું કહેવું છે કે, જો તમને બોલવામાં તકલીફ થતી હોય તો આ પણ કોરોના વાયરસનું ગંભીર લક્ષણ છે. અત્યાર સુધી આખી દુનિયાના ડૉક્ટરો કહેતા હતા કે કફ અથવા તાવ હોવો કોરોના વાયરસના બે મુખ્ય લક્ષણ છે. જો કે હવે, World Health Organizationની આ ચેતવણી એવા સમયે આવી છે જ્યારે કોરોના વાયરસના લીધે 3 લાખથી વધુ લોકો જીવ ગુમાવી ચૂક્યા છે.

કોરોના વાયરસથી સાજા થયેલા દર્દીઓના જણાવ્યા અનુસાર, અન્ય લક્ષણોની સાથે બોલવામાં તકલીફ થવી કોરોના વાયરસ સંક્રમણનું સંભવિત લક્ષણ છે. World Health Organizationના નિષ્ણાતો માની રહ્યા છે કે, બોલવામાં તકલીફની સાથે ચાલવામાં પણ મુશ્કેલી નડતી હોય તો તાત્કાલિક ડૉક્ટરને બતાવી દેવું જોઈએ. જેના કારણે તમને કોરોના અંગેની સાચી જાણ થાય.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને જણાવતા કહ્યું છે કે, “કોરોના વાયરસથી પીડાઈ રહેલા મોટાભાગના લોકોને શ્વાસ લેવામાં થોડી તકલીફ પડી શકે છે અને તેઓ કોઈ વિશેષ સારવાર વિના સાજા થઈ જશે. પરંતુ કોરોના વાયરસના ગંભીર લક્ષણોમાં શ્વાસ લેવામાં તકલીફ, છાતીમાં દુખાવો અથવા દબાણ, બોલી ના શકવું અથવા હરવાફરવામાં તકલીફ થવી છે.”

નિષ્ણાતોએ ચેતવણી આપતા જણાવતા કહ્યું છે કે, આ પ્રકારના કોઈપણ ગંભીર લક્ષણ દેખાય તો તાત્કાલિક ડૉક્ટર પાસે જવું જોઈએ. ડૉક્ટર પર જતાં પહેલા હેલ્પલાઈન પર ફોન કરીને એકવાર સલાહ લઈ લેવી. સાથે-સાથે તેમણે વધારે જણાવતા કહ્યું કે, બોલવામાં તકલીફ થવી હંમેશા કોરોનાનું લક્ષણ નહીં રહે. આ અઠવાડિયે થયેલા અન્ય એક રિસર્ચમાં કહેવાયું હતું કે, કોરોના વાયરસનું એક લક્ષણ મનોવિકૃતિ (Psychosis) છે.

મેલબર્નની લા ટ્રોબે યુનિવર્સિટીએ ચેતવણી આપી હતી કે કોરોના વાયરસના કારણે ઘણા દર્દીઓમાં મનોરોગ વધી રહ્યા છે. રિસર્ચ સાથે જોડાયેલા એક ડૉક્ટર એલી બ્રાઉને કહ્યું કે, કોરોના વાયરસ દરેક માટે તણાવપૂર્ણ અનુભવ બની રહ્યો છે. જ્યારે વ્યક્તિ આઈસોલેશનમાં હોય ત્યારે તણાવ વધી જાય છે. રિસર્ચ સાથે જોડાયેલા એક ગ્રુપે મર્સ અને સાર્સ જેવા અન્ય વાયરસનું પણ અધ્યયન કરીને એ જાણવાની કોશિશ કરી હતી કે, એ સમયે વ્યક્તિની માનસિક સ્થિતિ પર અસર થઈ હતી કે નહીં.

સમગ્ર વિશ્વમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસથી 46 લાખ 60 હજારથી વધુ લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. જેમાંથી 3.10 લાખ લોકોના તો મોત થયા છે. જ્યારે 17.77 લાખથી વધુ દર્દીઓ સાજા પણ થયા છે. આ વાયરસથી સૌથી વધુ પ્રભાવિત દેશ અમેરિકા છે. જ્યાં 88,500થી વધુ લોકોના મોત થઇ ચુક્યા છે. આ તરફ રશિયામાં પણ સ્થિતિ વધારે બગડી રહી છે. અહીં કોરોના સંક્રમિતનો આંકડો 2.72 લાખને પાર થઇ ગયો છે. તો ભારતમાં પણ કોરોનાના દર્દી દિવસેને દિવસે ઝડપથી વધી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *