કોરોનાની મહામારીથી મજૂરો ન મળતા સ્ટ્રોબેરીના પાકને ભારે નુકસાન

સ્પેનમાં લાખો લોકો કોરોના વાયરસના સંક્રમણનો ભોગ બન્યા ચુક્યા અને ઘણાના મોત થયા છે. કોરોનાને નિયંત્રણમાં લેવા સ્પેનમાં મોરકકો તરફની સરહદ સીલ કરવામાં આવતા દર…

સ્પેનમાં લાખો લોકો કોરોના વાયરસના સંક્રમણનો ભોગ બન્યા ચુક્યા અને ઘણાના મોત થયા છે. કોરોનાને નિયંત્રણમાં લેવા સ્પેનમાં મોરકકો તરફની સરહદ સીલ કરવામાં આવતા દર વર્ષે સ્ટ્રોબેરી તથા ફળફળાદિની કાપણી માંટે આવતા મજૂરો આવી શકતા નથી. કોરોના વાયરસના સંક્રમણનો સૌથી વધુ ભોગ બનેલા યૂરોપિયન દેશ સ્પેનના ખેડૂતો ખૂબજ વિકટ સ્થિતિમાંથી પસાર થઇ રહયા છે. આમ પણ ઉત્પાદનનો વધુ ખર્ચ અને ઓછા ભાવના કારણે ખેડૂતો પરેશાન હતા જેમાં કોરોનાની મહામારી આવતા પરીસ્થિતિ વધુ વિકટ બની છે..

સ્પેનનો હુએલ્વા વિસ્તાર સ્ટ્રોબેરીની ખેતી માટે પ્રખ્યાત છે. જયાં 90 ટકાથી વધુ સ્ટ્રોબેરી પાકે છે. આ વિસ્તારમાં સ્ટ્રોબેરીની ખેતી જ એક માત્ર આવકનું સાધન છે. જો સ્ટ્રોબેરીની ખેતી બાદ કરવામાં આવે તો આ વિસ્તાર ઉજ્જડ હોવાથી નિષ્ફળ જશે તો ગરીબ બની જશે. એપ્રિલ મહિનાની શરુઆત થતાની સાથે જ સ્પેનની આ જગ્યાએથી સ્ટ્રોબેરી સમગ્ર યૂરોપમાં જવા લાગે છે. હાલમાં સ્ટ્રોબેરી તૈયાર થઇ ગઇ છે પરંતુ તેને ઉતારવાવાળા મજૂરો મળતા નથી. જર્મની અને બ્રિટન સ્પેનની સ્ટ્રોબેરીના સૌથી મોટા ખરીદાર છે પરંતુ કોરોના વાયરસના કારે 40 થી 60 ટકા માંગ ઘટી છે. સ્પેનના વેપારી સંઘ ઇન્ટરફ્રેસા અનુસાર ઘર આંગણે રેસ્ટોરન્ટ, હોટલ અને કાફટેરિયામાં સારી માંગ રહેતી હતી જે હવે ઓછી થઇ છે લોકડાઉન જેવી સ્થિતિમાં લોકો બહાર નિકળવાનું ટાળી રહયા છે.

સ્પેનમાં વર્ષે 4 લાખ ટન સ્ટ્રોબેરીનું ઉત્પાદન થાય છે

એક માહિતી મુજબ સ્ટ્રોબેરીના ખેતીકામ માટે મોરકકો ઉપરાંત રોમાનિયા,બલ્ગેરિયા અને પોલેન્ડથી 25 હજારથી વધુ મજૂરો સરહદ પારથી આવે છે. આ સિલસિલો વર્ષોથી ચાલે છે પરંતુ કોરોના મહામારીના પગલે મજુરોના અભાવે સ્ટ્રોબેરી કરમાઇ રહી છે. યૂનિવર્સિટી ઓફ સેવયાના પ્રોફેસર માનુઅલ દેલગાદો કાબેજાનું માનવું છે કે  મજૂરોના અભાવે ખેતી તથા આનુસાંગિક ઉધોગોને ભારે નુકસાન થઇ રહયું છે.થોડા પ્રવાસી મજૂરો રોકાઇ ગયા હોવાથી તેમનાથી જ કામ ચલાવવું પડે છે.સ્પેનમાં સાડા ત્રણ થી ચાર લાખ ટન  સ્ટ્રોબેરી પાકે છે જેની બજાર કિમત 994 મીલિયન યૂરો થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *