અમેરિકી ચેનલે કોરોના વાયરસ ચાઈનાની કઈ લેબમાંથી લીક થયો તે પુરાવા સાથે બહાર પાડ્યું- જુઓ અહી

દુનિયા ભરમાં કોરોનાનો કેર ચાલી રહ્યો છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વારવાર ચાઈનાને નિશાને લઇ રહ્યા છે અને આ વાયરસ ફેલવવા પાછળ ચાઈનાનો હાથ છે તેવું કહી રહ્યા છે. હવે એમરિકી ન્યુઝ ચેનલ NTD ન્યુઝ એ એક બુલેટીનમાં કોરોના વાયરસ ક્યારે અને ક્યાંથી લીક થયો તેની જાણકારી આપતા ચકચાર મચી ગઈ છે.

NTD ન્યુઝ ના ઓફીશીયલ ટ્વીટર પરથી ટ્વીટ કરાયેલ એક બુલેટીનમાં પુરાવા સાથે લખાયું છે કે,

ગયા વર્ષે October માં એક “જોખમી ઘટના” P4Lab માં બની હશે. ગયા વર્ષે 14 થી19 October વચ્ચે ના સેટેલાઈટ ફોટોમાં P4Lab આસપાસ કોઈ ટ્રાફિક દેખાતું નથી. જયારે August થી October 6 સુધીના સેટેલાઈટ ફોટો માં ઘણું ટ્રાફિક છે.”

NTD ન્યૂઝનું માનવું છે કે, આ લેબમાં 6 ઓક્ટોબર બાદ કઇક અજુગતું બન્યું છે. ત્યારબાદ આસપાસના તમામ માર્ગો અને લેબ બંધ કરી દેવામાં આવી હોય તેવું જણાઈ રહ્યું છે. એમરિકી રાષ્ટ્રપતિ પહેલેથી માનતા આવ્ય છે કે વાઈરસ લીક કરવાનું કાવતરું ચાઇનાનું જ છે. ત્યારે હવે આ ચેનલે કરેલા દાવા બાદ ચાઈના સામે વિશ્વભરમાં રોષ નો માહોલ છે.

અમેરિકાએ પહેથી જ ચાઈના સામે કડક વલણ દાખવ્યું છે. કોરોના ના મોત અને કેસ મામલે ચાઈનામાં ઘણા તર્ક વિતર્ક સર્જાયા છે. અમેરિકાએ તો ચાઈના સામે અબજો રૂપિયાનો નુકસાની વળતરનો દાવો માંડ્યો છે. ચાઈના આ આરોપને સતત ફગાવી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *