એમ્ફાન વાવાઝોડાએ એરપોર્ટને બનાવી દીધું નદી- ભારે ભરખમ પતરા પણ ઉડી ગયા- જુઓ બરબાદીના દ્રશ્યો

ચક્રવાત અમ્ફાન ભારતના પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સામાં કાળો કેર વર્તાવ્યો છે પશ્ચિમ બંગાળમાં અત્યાર સુધીમાં 12 મોત થઇ ચૂક્યા છે સાથે સાથે ભારે નુકસાની પણ સર્જી છે. હજારો ઘર બરબાદ થઈ ગયા છે. સાથે સાથે હજારો વૃક્ષ મૂળથી ઊખડી ગયા છે. ચક્રવાતી અમ્ફાન નીહવાઓ એ કલકત્તા એરપોર્ટ ને પણ બાકી રાખ્યું નથી. છેલ્લા બે દર્શકોનું અત્યાર સુધીનું સૌથી વિનાશકારી તોફાન બંનેને આવેલા અમ્ફાન ચક્રવાત એ બુધવારે સાંજે બાંગ્લાદેશ તરફથી પશ્ચિમ બંગાળમાં એન્ટ્રી કરી.

કલકત્તા એરપોર્ટ નદીમાં ફરી ગયું છે. આખા એરપોર્ટ પરિસરમાં વાવાઝોડા બાદ આવેલા ભારે વરસાદ ને કારણે પાણી ભરાઈ ગયું છે. કલકત્તા અને આસપાસના વિસ્તારોમાં 185 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. તોફાન ની અસર કલકત્તા એરપોર્ટ પર ભયંકર રીતે થયેલી છે. જ્યાં મસમોટા એરોપ્લેન પાણીમાં તરી રહ્યા હોય તેવા દ્રશ્ય દેખાય રહ્યા છે.

વાવાઝોડા નો વેગ એટલો વધુ હતો કે હાવડા ની એક શાળાની વિશાળકાય છત ઉડી ગઈ. કલકત્તાના એક રહીશે આ વિડીયો ટ્વીટરમાં શેર કર્યો હતો. જેમાં આ વાવાઝોડું કેટલું ખતરનાક છે તેનો અંદાજો લગાવી શકાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *