હાલ સમગ્ર દેશમાં કોરોના વાયરસના કારણે હાહાકાર મચી ગયો છે. ભારતમાં કોરોનાની સંખ્યા ૧ લાખ ઉપર થઇ ચુકી છે. નિષ્ણાતો અનુસાર હાલમાં જે પરિસ્થતિ છે તે ચીન કરતા પણ વધારે ગંભીર પરિસ્થતિ ભારતની છે. દુનિયાભરનાં મોટાભાગના વિસ્તારોમાં લોકડાઉન લાગૂ છે. સમગ્ર દેશમાં આર્થિક ગતિવિધિ બંધ છે. જેને કારણે લોકોને ખાવા માટેના પૈસાની પણ તકલીફ પડી રહી છે. ફક્ત લોકોને જ નહીં પરંતુ રાજ્ય સરકારોને પણ પૈસાની અછત સર્જાઈ રહી છે. એવામાં કોરોના સામે લડવા માટે રાજ્ય સરકારોને ફંડની જરૂર છે. જેને પૂરું કરવા માટે કેન્દ્ર સરકાર તરફથી ફંડ જાહેર કરવામાં આવ્યા છે. નાણા મંત્રાલયે કેન્દ્રીય ટેક્સ અને ડ્યૂટીમાં રાજ્યના હિસ્સાના નિર્ધારિત કરેલા તેમના 46,038.70 કરોડ રૂપિયા જારી કર્યા છે.
The Ministry of Finance has released Rs 5005.25 cr as 1st installment of untied basic grants ‘in advance’ for Non-Million-plus cities to 28 states, pending finalisation of the operational guidelines. This would provide the states with vital financial resources at a critical time. pic.twitter.com/OCGvvNHirW
— NSitharamanOffice (@nsitharamanoffc) May 20, 2020
કયા રાજ્યને કેટલા રૂપિયા મળ્યા
ઉત્તર પ્રદેશના હિસ્સામાં 8255.19 કરોડ રૂપિયા આવ્યા છે, જ્યારે બિહારને 4631.96 કરોડ રૂપિયા મળ્યા છે. સૌથી ઓછા રૂપિયા સિક્કિમને પ્રાપ્ત થયા છે, જે 178.64 કરોડ રૂપિયા છે. આ ઉપરાંત પશ્ચિમ બંગાળને 3461.65 કરોડ, પંજાબને 823.16 કરોડ, ગુજરાતને 1564.40 કરોડ, ઝારખંડને 1525.27 કરોડ, મધ્ય પ્રદેશને 3630.30 કરોડ, મહારાષ્ટ્રને 2824.47 કરોડ અને રાજસ્થાનનને 2752.65 કરોડ રૂપિયા મળ્યા છે.
Finance Ministry has issued sanction orders for ₹46,038.70 cr today for the May instalment of Devolution of States’ Share in Central Taxes & Duties. #IndiaFightsCorona pic.twitter.com/158b6C6c5f
— Ministry of Finance ?? #StayHome #StaySafe (@FinMinIndia) May 20, 2020
આ ઉપરાંત 1,892.64 કરોડ રૂપિયા આંધ્ર પ્રદેશ, 1,441.48 કરોડ રૂપિયા આસામ, 894.53 કરોડ રૂપિયા કેરળને ફાળવાયા છે. આ ઉપરાંત છત્તીસગઢને 1573.60 કરોડ, ગોવાને 177.72 કરોડ, હરિયાણાને 498.15 કરોડ, હિમાચલ પ્રદેશને 367.84 કરોડ, ઝારખંડને 1525.27 કરોડ, કર્ણાટકને 1678.57 કરોડ, મધ્ય પ્રદેશને 3630.60 કરોડ, મણિપુરને 330.56 કરોડ, મેઘાલયને 352.20 કરોડ, નાગાલેન્ડને 263.80 કરોડ, ઓરિસ્સાને 2132.13 કરોડ, તમિલનાડુને 1928.56 કરોડ, તેલંગણાને 982 કરોડ, ત્રિપુરાને 326.42 કરોડ અને ઉત્તરાખંડને 508.27 કરોડ રૂપિયા કેન્દ્ર સરકાર તરફથી આપવામાં આવ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news