તમાકુથી નષ્ટ થાય છે કોરોના વાયરસ, બ્રિટિશ-અમેરિકન કંપનીનો દાવો

કોરોના સંક્રમિત લોકોનો આંકડો લાખોમાં પહોંચી ગયો છે. લોકો કોરોનાથી બચવા ઘરમાં જ કેદ છે. કોરોનાને કારણે આખા વિશ્વની અર્થવ્યવસ્થા ઠપ થઇ ગઈ છે. આવી પરિસ્થિતિમાં આખી દુનિયા કોરોનાની દવા અને વેક્સિનની શોધમાં લાગી ગઈ છે. દુનિયાભરના મેડિકલ એક્સપર્ટ્સ તેની વેક્સિન તૈયાર કરવામાં લાગ્યાં છે. રોજ વૈજ્ઞાનિકો વેક્સિન શોધી લીધી હોવાનો દાવો કરે છે. એવો જ એક દાવો બ્રિટિશ અમેરિકન કંપનીનો છે કે તેમણે તમાકુથી કોરોના વાયરસની વેક્સિન તૈયાર કરી લીધી છે.

વિશ્વની બીજી સૌથી મોટી તમાકુ કંપની બ્રિટિશ અમેરિકન ટોબેકોનો દાવો છે કે તેમણે તમાકુના છોડથી કોરોનાની વેક્સિન તૈયાર કરી લીધી છે. કંપનીએ જણાવ્યા કે આ વેક્સીન બનાવવા માટે કોરોના વાયરસનો એક હિસ્સો કૃત્રિમ રૂપે તૈયાર કરવામાં આવ્યો હતો. તે બાદ તેને તમાકુના પાન પર છોડવામાં આવ્યા જેનાથી તેની સંખ્યા વધારી શકાય. પરંતુ જ્યારે આ પાન તોડવામાં આવ્યાં તો તેમાં વાયરસ ન મળ્યો.

આ પરીક્ષણ પરથી કંપનીની માન્યતા છે કે તમાકુથી વાયરસનો નાશ કરી શકાય છે. તમાકુના પાનથી વેક્સિન તૈયાર કરનારી કંપનીનું માનીએ તો વેક્સીન બનાવવાની આ રીત સૌથી ઝડપી છે અને સાથે જ સંપૂર્ણ રીતે સુરક્ષિત પણ છે. આ ઉપરાંત તેને વધુ ઠંડા તાપમાનમાં સ્ટોર કરવાની પણ જરૂર નથી પડતી. તેને સામાન્ય તાપમાનમાં પણ રાખી શકાય છે. તેનો સિંગલ ડોઝ જ ઇમ્યુન સિસ્ટમ માટે અસરકારક સાબિત થશે.

કંપનીએ જણાવ્યા અનુસાર આ વેક્સિનની પ્રી ક્લીનીકલ ટ્રાયલ એપ્રિલમાં કરવામાં આવી હતી જેના પરિણામ સફળ રહ્યાં છે અને હવે માનવી પર તેના ટ્રાયલની તૈયારી કરવામાં આવી છે. હાલ તેના ટ્રાયલ માટે ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન પાસે પરવાનગી માગવામાં આવી છે. જો આ ટ્રાયલ માનવી પર સફળ થઇ જાય તો આ મહામારી વચ્ચે વરદાન સાબિત થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *