કોરોનાવાયરસ સંકટ કાળ વચ્ચે દેશના અલગ-અલગ વિસ્તારમાં પ્રવાસીઓ સાથે થઈ રહેલી દુર્ઘટનાના સમાચાર સતત આવી રહ્યા છે. શુક્રવારના રોજ ફરી એક વખત ઉત્તર પ્રદેશના બુલંદ શહેર માં બે પ્રવાસી મજૂરોનું મૃત્યુ થઈ ગયું. અહીંયા પ્રવાસી મજૂરો થી ભરેલી એક પીકઅપ વાન વીજળીના થાંભલા સાથે ટકરાઈ ગઈ. જેનાબાદ વાન પલ્ટી ગઇ અને બે મજૂરો નું મૃત્યુ થઈ ગયું.
આ દુર્ઘટનામાં લગભગ દોઢ ડઝન મજૂરો ઘાયલ પણ થયા છે. જેને સ્થાનિક પોલીસ દ્વારા હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા છે. આ મજૂરો ગુજરાતના સુરત થી ઉત્તર પ્રદેશના બિજનોર જઈ રહ્યા હતા પરંતુ વચ્ચે જ આ દુર્ઘટના ઘટી.
શુક્રવારે સવારે બુલંદ શહેરના દિલ્હી બદાયુ હાઇવે પાસે એક ગામમાં આ દુર્ઘટના થઈ તેમાં બે મજૂરો નુ મૃત્યુ થયા છે અને તેમની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવી છે.
આ ઉપરાંત ઉત્તર પ્રદેશના મિર્ઝાપુરમાં હાઇવે પર મોટી દુર્ઘટના થઈ છે. અહિયાં રોડ થી 40 ફૂટના અંતરે ઈનોવા ગાડી ઉભી રાખી જમીન પર સુઈ રહેલા પ્રવાસી મજૂરોને એક ડમ્પરે કચડી નાખ્યા. જ્યારે આ ઘટનામાં ત્રણ મૃત્યુ થયું છે અને એક મજૂર ઘાયલ થયો છે. આ તમામ મજૂરો મુંબઈ થી બીહાર જઈ રહ્યા હતા. પોલીસે ડમ્પર ચાલક ની ધરપકડ કરી છે.
ઉલ્લેખનીય છે કે દેશમાં 25 માર્ચથી lockdown બાદ પ્રવાસી મજૂરોને ખૂબ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ઘણી જગ્યાએ મજૂરો ફસાયેલા છે જેના બાદ તેઓ પગપાળા જ ઘરે જવા માટે રવાના થઇ રહ્યા છે. કોઈક જગ્યાએ મજૂરો પગપાળા જતા નજર આવ્યા તો કોઈ જગ્યાએ સાયકલથી જ ઘરે જવા માટે રવાના થઇ ગયા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news