કોરોના માસ્કમાં જોરદાર કમાણી કરે છે સરકાર- ભાજપની પોલ ખુલી તો કોંગ્રેસ પણ ચોર છે તેવું બતાવ્યું

ગુજરાતમાં દરરોજ કોરોના વાયરસથી સંક્રમિત લોકોનો આંકડો વધતો છે. ગુજરાતનો મૃત્યુદર પણ અન્ય રાજ્યો કરતા વધુ છે. એવામાં રાજ્યમાં અમૂલ પાર્લર પર વહેંચાઈ રહેલા N95 માસ્ક પર રાજનીતિ ચરમસીમા પર પહોંચેલી છે. ગુજરાત સરકારની ગુજરાત મેડિકલ કોર્પોરેશન લિમિટેડ કંપની દ્વારા N95 માસ્કની ખરીદી 49.61 રૂપિયાએ કરવામાં આવી છે. આ એજન્સીએ રાજ્યના જુદા જુદા સરકારી વિભાગોને પણ આ જ કિંમતે N95 માસ્ક ખરીદવાનો આદેશ કર્યો છે. ત્યારે લોકડાઉન 4 માં રાજ્ય સરકારે નાગરિકોને માસ્ક સરળતાથી મળી રહે તે માટે રાજ્યના દરેક અમુલ દૂધ શોપ માં N95 માસ્ક 65 રૂપિયાની કિંમતે વહેંચવાનો પ્રારંભ કર્યો છે.

આ દરમિયાન કોંગ્રેસ નેતા નિશ્ચિત વ્યાસે સરકાર પર નફાખોરીનો આક્ષેપ લગાવતા જણાવ્યું હતું કે રાજ્ય સરકારની સરકારી એજન્સી દ્વારા માસ્કના ભાવ નક્કી કરવામાં આવ્યા છે. 30 માર્ચ ના રોજ ગુજરાત મેડિકલ કોરર્પોરેશન લિમિટેડ દ્વારા કોરોના મહામારીથી બચવા સરકારી વિભાગો દ્વાર ખરીદી કરવા માટેની જુદી જુદી પ્રોડકના ભાવ નક્કી કરવામાં આવ્યા છે. જેમાં N95 માસ્કનો ભાવ 49.61 રૂપિયા રાખવામાં આવ્યા છે. ત્યારે હવે અમુલ શોપ પર વહેંચતા N95 માસ્કનો ભાવ 65 રૂપિયા કોને રાખ્યો તેની તપાસ થવી જોઈએ.

કોરોના મહામારીના કપરા સમયમાં ગુજરાતની અનેક જાણીતી કંપનીઓએ N95 માસ્ક નું ઉત્પાદન શરૂ કર્યું છે. સરકારની એજન્સીએ માર્ચ મહિનામાં N95 ની કાળા બજારી ન થાય તે માટે માસ્કના ભાવ નિયત કર્યા છે. અત્યારે N95 માસ્કના ભાવ 49.61 રૂપિયા કરતા પણ ઓછો હોવો જોઈએ. ત્યારે પ્રશ્ન થાય છે કે શું સરકાર આ પ્રકારના કાળા બજારને પ્રોત્સાહન આપવા માંગે છે?

ભાજપના પ્રદેશ મીડિયા કોર્ડિનેટર પ્રશાંત વાળાએ N95 માસ્કના ભાવ અંગે સરકારનો બચાવ કરતા જણાવ્યું હતું કે જેમને કમળો થયો હોય તેને પીળું જ દેખાઈ છે. જે N95 માસ્ક ખાનગી મેડિકલ સ્ટોરમાં 150, 250 અને 300 રૂપિયાની કિંમતમાં વહેંચાય છે, ત્યારે રાજ્યના તમામ ગામડાઓ અને શહેરોના નાગરિકોને N95 માસ્ક સસ્તી કિંમતે મળી રહે તે માટે રાજ્ય સરકર દ્વારા અમૂલના માધ્યમથી 65 રૂપિયાની કિંમતે માસ્ક વહેંચવામાં આવી રહ્યા છે.

49.61 રૂપિયામાં જો 18 ટકા GST અને પરિવહન ખર્ચ જોડવામાં આવે તો માસ્કની કિંમત 63 રૂપિયા સુધી પહોંચે છે, ત્યારે નહીં નફો નહીં નુકસાનના ધોરણે રાજ્ય સરકાર લોકો સુધી N95 માસ્ક પહોંચાડે છે. જો કોંગ્રેસને સલાહ આપવી હોય તો કોંગ્રેસ સાસિત રાજ્યમાં આપે પંજાબ, મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં આ જ N95 માસ્ક 300 અને 400 રૂપિયે વહેંચાઈ રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *