હિન્દૂ ડાયમંડ વેપારીને હાથ લાગ્યો અલ્લાહ લખેલો સ્ટોન, કહ્યું આ પથ્થર નહિ ભગવાનની ભેટ છે

આપણે જાણીએ છીએ કે પૃથ્વીના પેટાળમાંથી કીમતી પથ્થરો નીકળે છે. જેને હીરા-માણેક સહિતના નામે દુનિયા ઓળખે છે. ઘણી વખત અલગ અલગ આકાર ના પથ્થર નીકળે…

આપણે જાણીએ છીએ કે પૃથ્વીના પેટાળમાંથી કીમતી પથ્થરો નીકળે છે. જેને હીરા-માણેક સહિતના નામે દુનિયા ઓળખે છે. ઘણી વખત અલગ અલગ આકાર ના પથ્થર નીકળે છે અને કરોડો અબજો રૂપિયા એ પથ્થર વેચાતા હોય છે. ત્યારે કુદરત નો એક અનોખો જાદુ હોય એવી સંરચના સુરતના એક હિન્દુ વેપારી ને હાથ લાગી છે.

સુરતના હીરાવેપારી કનુભાઈ વર્ષોથી કાચા હીરા લે-વેચનું કામ કરે છે. તેઓને એક વર્ષ અગાઉ મહારાષ્ટ્રની એક ખાણમાંથી 296.11 કેરેટનો એક stone મળી આવ્યો હતો. જેમાં કુદરતી રીતે અલ્લાહ લખેલું છે. આ સ્ટોન પર ઉર્દૂ ભાષામાં અલ્લાહ લખેલુ દેખાઈ આવે .છે આ બાબતે જ્યારે અમારી ટીમે તેમની સાથે વાત કરી ત્યારે તેઓએ કુદરત ની આ કરામત ને પથ્થર કહેવાને બદલે ભગવાનની ભેટ કહેવાનું સૂચવ્યું. તેઓ જણાવે છે કે ધર્મ ભલે અલગ હોય પણ ધાર્મિક આસ્થાનું પ્રતિક હોવાથી આ સ્ટોન મેં વેચ્યો નથી. અને મારી પાસે જ રાખ્યો છે અને આને પથ્થર નહીં પરંતુ ભગવાનની ભેટ કહેવાય.

ઉલ્લેખનીય છે કે કુદરત ની આ કરામત ની માંગ સાઉદીમાં ખૂબ જ થઈ રહી છે. કારણકે ત્યાં મસ્જિદો બનાવવાની હોડ ચાલી રહી છે. હજારો કરોડના ખર્ચે ઇસ્લામી ધર્મના ઉદ્યોગપતિઓ ત્યાં મસ્જિદો બનાવે છે. અને મસ્જિદમાં મોંઘી દાટ કલાકારી ધરાવતી વસ્તુઓ પણ મૂકે છે. આ સ્ટોન ની માંગ સાઉદી અરેબિયામાં થઈ રહી છે. પરંતુ હિન્દુ વેપારી તેને વેપાર તરીકે જોતા નથી. પરંતુ ભારતીય સંસ્કૃતિ અનુસાર ‘વસુદેવ કુટુંબકમ’ ના ભાવથી આ પથ્થર પોતાની પાસે સાચવી રાખવા માંગે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *