સમગ્ર ગુજરાતમાં કોરોનાના કેસ સતત વધતા જોવા મળી રહ્યા છે. તેવામાં છેલ્લા 24 કલાકમાં વધુ 361 પોઝિટીવ મળતા ગુજરાતમાં કોરોનાના કેસોની સંખ્યા વધીને 14,829એ પહોંચી છે. મંગળવારે અમદાવાદમાં વધુ 23ના મૃત્યુ થતા આ એક જ શહેરની હોસ્પિટલોમાં કુલ મૃત્યુઆંક 750એ પહોંચ્યો છે. જયારે સુરતમાં વધુ એક ચેપગ્રસ્તે દમ તોડતા ત્યાં કુલ મૃત્યુઆંક 65એ પહોંચ્યો છે. આ ઉપરાંત મંગળવારે ખેડામાં ચોથુ, પાટણમાં પાંચમુ અને પંચમહાલમાં છઠ્ઠુ મૃત્યુ નોંધાયુ છે. આમ, આ મહામારીમાં ગુજરાતમાં 69 દિવસમાં કુલ 919ના મૃત્યુ થયા છે. એક સપ્તાહથી વેન્ટિલેટર પરના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. સોમવારે પહેલીવાર 109 દર્દીઓ વેન્ટિલેટર પર હતા.
અત્રે એક નોધનીય વાત છે કે, ગુજરાત આરોગ્ય અગ્રસચિવ ડો.જંયતિ રવિએ છેલ્લા એક મહિનાથી પ્રેસ કોન્ફરન્સ બંધ કરી દીધી છે. ત્રણ દિવસથી ફેસબૂક લાઈવ બંધ કર્યા બાદ મંગળવારથી સત્તાવારપણે પ્રસિધ્ધ થતી અખબારી યાદીની ફોર્મેટ બદલી કાઢી છે. એથી લોકોના મનમાં ઉઠતા સવાલો પ્રત્યે સરકારની જવાબદેહિતા તો દૂર રહી પણ 68 દિવસથી જે માહિતી જાહેર થતી હતી તેમાં હકિકતો છુપાવાયાનું ચિત્ર ઉપસ્યુ છે. આ જ રીતે કાયમ રહ્યુ તો રોગચાળાની દૈનિક સ્થિતિ સંદર્ભે લોકોના મનમાં અસમંસતાઓ, અફવાહોનો દોર વધશે એ નિશ્ચિત છે. સોમવારે ગુજરાતમાં વેન્ટિલેટર પર સારવાર લઇ રહ્યા હોય એવા કોરોનાના દર્દીનો આંકડો અત્યાર સુધીનો સૌથી વધારે એટલે કે, 109 હતો તે પછી આજે એટલે કે મંગળવારે સરકારે આ આંકડાની જાહેરાત કરી નથી.
ગુજરાત સરકારે પ્રજાને જરૂરી એવી આ 10 પ્રકારની માહિતી આપવાનું બંધ કર્યું
1. કુલ મૃત્યુમાં કો-મોર્બિડ અવસ્થામાં કેટલા દર્દીઓએ દમ તોડયો અને માત્ર કોવિડ-19ને કારણે કેટલા નાગરીકો મૃત્યુ પામ્યા તે.
2. 33 જિલ્લાઓમાં જિલ્લા પ્રમાણે કુલ કેસ, મૃત્યુ, ડિસ્ચાર્જ અને એક્ટિવ (સારવાર હેઠળના) કેસની સ્થિતિનો સંયુક્ત અહેવાલ.
3. હોસ્પિટલોમાં સારવાર હેઠળ અત્યંત નાજૂક અવસ્થામાં રહેલા વેન્ટિલેટર ઉપર રહેવા દર્દીઓની સંખ્યા પણ જાહેર થઈ નથી.
4. ગુજરાતની હોસ્પિટલમાં કુલ કેટલા દર્દીઓ સ્ટેબલ (ડો.જંયતિ રવિના શબ્દોમાં રૂમ એર ઉપર) છે તેની વિગતો જાહેર ન કરાઈ.
5. મૃત્યુ પામેલા કમનસિબ ગુજરાતીઓની ઉંમર તો મહિનાથી જાહેર થતી નથી છે, હવે મહિલા અને પુરૂષનું વર્ગીકરણ પણ બંધ.
6. વિશ્વમાં, ભારતમાં અને ગુજરાતમાં કોવિડ-19નો અત્યાર સુધીનો, વિતેલા 24 કલાકોનો અધિકૃત સિનારિયો પણ હવે બંધ
7. 104 હેલ્પલાઈનમાં ખરેખર કોરોના રિલેટેડ કોલ્સ કેટલા આવ્યા અને આવા કોલ્સ કરનારા કેટલા નાગરીકોને સારવાર મળી.
8. ગુજરાતમાં અત્યાર સુધીમા કુલ કેસ, તેમાં દર્દીઓની વિગતોનું સમગ્રતયા વિતરણ રજૂ કરતુ આખુ કોષ્ટક જ ગાયબ કરી દેવાયુ.
9. વિદેશોમાંથી નાગરીકો આવી રહ્યા છે ત્યારે ક્વોરન્ટાઈનમાં કેટલા પ્રાઈવેટ ફેસેલિટી ક્વોરન્ટાઈનમાં છે તે પણ અદશ્ય થયુ.
10. વિતેલા 24 કલાકમાં કેટલા ટેસ્ટ કરવામાં આવ્યા તેનો લેખિતમાં જાહેર થતો અલગથી આંકડો હવે મૌખિક પણ બંધ
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news