ગુજરાતના ખેડૂતો અને રહીશો માટે આકરી ગરમીમાં રાહતના સમાચાર આવી રહ્યા છે. હાલમાં ચાલી રહેલી કોરોના મહામારી વચ્ચે વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. મુંબઇમાં તારીખ 2 થી 4 જુન વચ્ચે જોરદાર વરસાદ પડશે. ધારણાં કરતાં આ વર્ષે પ્રિ-મોન્સુન વરસાદ ખુબ જ સારો પડશે. સોમવારથી સૌરાષ્ટ્ર- કચ્છ- ગુજરાતના છુટાછવાયા વિસ્તારોમાં વરસાદનો વિસ્તાર ક્રમશઃ વધતો જોવા મળશે. જોકે, આવતીકાલ સુધી પવનનું જોર અને બફારો રહેશે. કેરળ, તામીલનાડુ તેમજ તેને લાગુ વિસ્તારોમાં પવનના જોર વચ્ચે વરસાદ ચાલુ રહેશે. કોઇમ્બતુર, ઇરોડ, બેંગ્લુરૂ, પંજાબના અમુક ભાગો, હરીયાણા, રાજસ્થાન અને મધ્યપ્રદેશના અમુક ભાગોમાં વીજળીના ચમકારા સાથે સાજે વરસાદ પડશે.
વેધરની એક ખાનગી સંસ્થાએ જણાવ્યુ છે કે, હાલમાં અલગ અલગ વેધર મોડલોના અધ્યયન અને તારણો મુજબ ઘણા વર્ષ બાદ ચાલું વર્ષે પ્રિ-મોન્સુન એકટીવીટી ખુબ જ સારી રહેશે. આજે એટલે કે, 31 મેથી ભારે પવનો જોવા મળશે. તારીખ 1 જુન થી પવનમાં નહીવત ઘટાડો થશે. હાલ જે પ્રવર્તમાન તાપમાન જોવા મળે છે. તે તારીખ 1 સુધી યથાવત રહેશે. થોડાક દિવસથી સવારના સમયમાં ભેજ વધુ જોવા મળશે. તેને કારણે બફારો વધશે.
તારીખ 1 થી સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાતના છુટાછવાયા વિસ્તારોમાં ક્રમશઃ વરસાદ વિસ્તાર અને માત્રા વધશે તેવુ હાલના અનુમાનોમાં જોવા મળે છે. દક્ષિણ પુર્વ લાગુ મધ્યપુર્વ અરબ સાગર આસપાસના વિસ્તારો માં તારીખ 31 કે 1 જુન આસપાસ લો પ્રેસર સર્જાય તેવી શકયતા છે. ત્યાર બાદ 48 કલાક કે 72 કલાક માં વધુ મજબુત બની ને ડીપ્રેશનની માત્રાએ પહોંચે તેવી શકયતા છે. સિસ્ટમ્સ વધુ મજબુત થાય તેવી શકયતા છે. સંભવિત સિસ્ટમ સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતના ભાગોમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે અસરકર્તા રહેશે જ તેમ જણાવાયું છે.
મુંબઇના કેટલાક વિસ્તારોમાં ગતરાત્રે છવાયેલા વાદળો વચ્ચે ઝરમર વરસાદ વરસ્યો હતો. આગામી સોમવારથી મુંબઇ, થાણે અને તેને લાગુ વિસ્તારોમાં પવનના જોર વચ્ચે પ્રિ-મોનસુન વરસાદ પડશે. મંગળ-બુધ અને ગુરૂવારે પણ આ વિસ્તારોમાં વરસાદ માટે વાતાવરણ સારૂ રહેશે. અરબી સમુદ્રમાં ડિપ્રેશન બનશે. દક્ષિણ પશ્ચિમ ચોમાસાને વેગ આપશે. દક્ષિણ ગુજરાતમાં પ્રિ-મોનસુન એકટીવીટી શરૂ થશે. મુંબઇમાં તા. ૨ થી ૪ જુન વચ્ચે જોરદાર વરસાદ પડશે. કેરળમાં ચોમાસુ સેટ થઇ ગયું છે. કેરળ, તામિલનાડુ અને કર્ણાટકમાં પ્રિ-મોનસુન એકટીવીટી ચાલુ છે, અને ચાલુ જ રહેશે. જયારે મધ્ય ભારતમાં ગરમી યથાવત રહેશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી જમ્મુ કાશ્મીર, મુઝફ્ફરાબાદ, પંજાબ, હરીયાણા, દિલ્હીમાં વરસાદ પડશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news