ગુજરાતમાં સુરતના વરાછામાં ડોક્ટરના ઘરેથી ઘરેણાની ચોરી કરવામાં આવી હતી. આ કેસમાં ફરિયાદ મળ્યાના 24 કલાકમાં જ ક્રાઇમ બ્રાંચે આ ચોરને પકડી પાડ્યો હતો. ચોર પાસેથી ડોક્ટરના ઘરેથી ચોરેલા તમામ દાગીના મળી આવ્યા હતા. આ કેસમાં ચોંકાવનારી વાત એ હતી કે, ડોક્ટરના કહેવા મુજબ, તેણે 1.70 લાખની ચોરી કરી હતી, પરંતુ ક્રાઈમ બ્રાંચે ચોર પાસેથી 2.65 લાખનો માલ જપ્ત કર્યું છે.
ક્રાઇમ બ્રાંચના અધિકારીના જણવ્યા મુજબ, સીસીટીવી, સર્વેલન્સ અને ત્યારબાદ પૂછપરછના આધારે ગુરુવારે સાંજે અમરોલી સ્વીટ હાઉસનો રહેવાસી ડેવિડ સોલંકીની ધરપકડ કરવામાં આવી હતી. તેના કબજામાંથી ચોરીનો માલ મળી આવ્યો હતો. તેમણે કહ્યું કે, અગાઉ પણ તેમણે સૌરાષ્ટ્રના જૂનાગઢ અને વરાછા અને કાપોદ્રામાં ચોરી કરી હતી. ચોરીના બે ગુનામાં તે જેલ પણ ગયો હતો.
તાજેતરની ઘટનાના સંદર્ભમાં ડેવિડે પોલીસને જણાવ્યું કે, જ્યારે તે રેલ્વે સ્ટેશનથી ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે તેણે ડોક્ટરના ઘરનો દરવાજો ખુલ્લો જોયો. તક જોઇને તે અંદર ગયો અને થોડી વારમાં દાગીના ચોરી કરી ફરાર થઈ ગયો. તે જ સમયે, વરાછા મીનીબજાર શંકર પાર્વતી સોસાયટીમાં રહેતા ડો.નરેશ ઘનશ્યામ વડાસક (31) એ ફરિયાદ નોંધાવી હતી કે, બુધવારે તેમના ઘરે ચોરી થઈ હતી. સવારે લગભગ સવા અગિયાર વાગ્યે નરેશના ઘરે કેટલાક મહેમાનો આવ્યા હતા. તે ઘરની પહેલા રૂમમાં તેમનીસાથે બેઠો હતો. પછી દરવાજો ખુલ્લો રહી ગયો હતો.
ત્યાંથી ચોર રૂમમાં પ્રવેશ કર્યો હતો. 9 સોનાની વીંટી, 3 બ્રેસલેટ, 2 ઝાંઝર સહીત 1.70 લાખ રૂપિયાની ચોરી કરી હતી. અડધા કલાક પછી જ્યારે મહેમાનો ઘરની બહાર નીકળ્યા, ત્યારે માલિકે જોયું કે, ઘરેણાં લુંટાય ગયા છે. ક્રાઈમ બ્રાંચે ચોરને પકડી તેની પાસેથી 6 સોનાની વીંટી, 5 કડા, 2 ઝાંઝર, કાનના 4 બુટ્ટી અને 2.65 લાખ રૂપિયાની વસ્તુઓ જપ્ત કરી છે. જ્યારે પીડિતાની એફઆઈઆરમાં 9 સોનાની વીંટી, 3 કડા, 2 ઝાંઝર વગેરે વસ્તુઓ ચોરી થઈ હોવાની જાણકારી આપી હતી. જેની કિંમત 1.70 લાખ રૂપિયા હોવાનું જાણવા મળ્યું છે. આ કિસ્સામાં, આ મામલો જટિલ બની ગયો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news