ભાજપ કોર્પોરેટરે કરી જમાતીઓ પણ શરમાઈ જાય એવી નાપાક હરકત- જાણો વધુ

સુરતમાં મહિલા કોર્પોરેટર કોરોના મહામારીમાં એક મોટા વિવાદોમાં ફસાયા છે. કોરોનાની મહામારી વચ્ચે સુરતના મહિલા કોર્પોરેટરને એક ભૂલ મોટી સાબિત થઈ છે. વાત જાણે એમ છે કે, સુરતમાં મહિલા કોર્પોરેટર ગીતા રબારીનો જન્મદિવસ હતો. તેની ખુશીમાં એક જમણવારનું આયોજન રાખવામાં આવ્યું હતું. જન્મ દિવસની પાર્ટીમાં ગીતા રબારીએ જમણવારમાં અનેક લોકોને આમંત્રિત કરવામાં આવ્યા હતા, જેમાં જમણવારમાં આવેલા 4 મહેમાનોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ચિંતાના વાદળો ઘેરાયા છે.

છેલ્લે મળી રહેલા અહેવાલ પ્રમાણે, જમણવારમાં આવેલા 4 મહેમાનોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ જમણવારમાં હાજર અન્ય એક મહિલા કોર્પોરેટરના પતિ પણ કોરોના પોઝિટિવ આવ્યા છે. આ ઘટનાને કારણે જમણવારમાં સોશ્યલ ડિસ્ટનિંગના ધજાગરા ઉડયા હોવાની ચર્ચા ચાલી રહી છે.

મળતી માહિતી અનુસાર કોરોનાની મહામારીના સમયે તેમણે બર્થ ડે પાર્ટીનું આયોજન કરી ઉજવણી કરી હતી. સૌથી મહત્વની વાત એ છે કે તેમણે પાર્ટીમાં જમણવારની વ્યવસ્થા રાખી હતી. ત્યારે આ પાર્ટીમાં 4 એવા મહેમાન આવ્યા હતા, જેમને કોરોના પોઝિટિવ આવ્યા છે. જ્યારે અન્ય એક મહિલા કોર્પોરેટરના પતિ પણ કોરોનાગ્રસ્ત હોવાનું જાણવા મળ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *