ગુજરાતીઓમાં મોટાભાગના વડીલો યુવાનોને માવા-પાન મસાલાનું વ્યસન અવાભાવીક રીતે હોય જ છે. જેને કારણે અહીં તહીં ઘણા લોકો પાનની પીચકારી મારી ગંદકી ફેલાવતા રહે છે. જોકે હવે પીચકારી મારી શહેર ગંદુ કરનાર પણ દંડાશે અને તેને પણ ઈ મેમો મળી જશે. આ અંગે એક કિસ્સો પણ બન્યો છે જે સમગ્ર દેશમાં પહેલો કિસ્સો છે જેમાં અમદાવાદમાં એક વ્યક્તિ જાહેર રસ્તો પીચકારી મારી ગંદો કરી રહ્યો છે તે ફોટો સાથે તેને મેમો ફટકારવામાં આવ્યો છે.
નારાણપુરામાં આવેલા સરદાર પટેલના સ્ટેચ્યુ પાસે જાહેરમાં થુકવા બદલ નરોડા વિસ્તારમાં રહેતા મહેશ કુમાર જ્યારે બાઈક પર નારણપુરાના સરદાર પટેલના સ્ટેચ્યુ પાસેથી પસાર થતાં હતાં ત્યારે તેમણે જાહેર રોડ પર પાનની પિચકારી મારી હતી. આ ઘટના AMCના કેમેરામાં કેદ થતાં કોર્પોરેશનને તેમના ગાડી નંબર પરથી તેમને ઈ-મેમો ફટકાર્યો હતો. આ સંદર્ભે મહેશ કુમારે નરોડા વોર્ડ AMC ઓફિસે આ 100 રૂનો દંડ ભર્યો હતો.
અમદાવાદ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા પાન-મસાલા ખાઈને ગમેત્યાં થુંકી ગંદકી કરનાર ઈસમોને દંડ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જેમાં સ્માર્ટ સીટી પ્રોજેક્ટ અંતર્ગત શહેરમાં ટ્રાફીકના નિયમોનો ભંગ કરતાં નાગરિકોને જેમ ઈ મેમોથી દંડવામાં આવે છે તેમ આ ઈસમોને પણ દંડાશે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ સરદાર પટેલ સ્ટેચ્યુ રોડ પર લગાવવાં આવેલા કેમેરાની મદદથી નરોડાના નાગરિકને પાન મસાલા ખાઈ જાહેરમાં થુકતાં ઈ મેમો પાઠવવામાં આવ્યો છે.