આવતીકાલે અલ્પેશ કથિરિયાની જેલમુક્તિ માટે પાટીદાર આગેવાનો કરશે મિટિંગ, જાણો વિગતો…

Published on Trishul News at 4:01 PM, Sun, 18 November 2018

Last modified on November 18th, 2018 at 4:03 PM

પાટીદારો અનામત મેળવવા માટે છેલ્લા 3.5 વર્ષથી આંદોલનના માર્ગે છે. ઘણા ચડાવ ઉતાર બાદ ઘણા આંદોલનકારીઓ પાર રાજદ્રોહ ના ગુન્હા દાખલ થયા, સમયાંતરે આંદોલનકારીઓ જેલમાં ગયા પરંતુ સુરતના પાસ કન્વીનર અલ્પેશ કથિરિયાની જેલ એન્ટ્રી 3 વર્ષના સમય બાદ થઈ અને હાલમાં તે હજુ જેલ માં જ બંધ છે. ઓગસ્ટ મહિનામાં હાર્દિક પટેલના નાટકીય ઉપવાસ ના ઘટનાક્રમ બાદ હાર્દિક પટેલ ની પાસ ટિમ પણ પાણી માં બેસી ગઈ હોય તેમ લાગી રહ્યું છે.

હાર્દિક પટેલ દ્વારા કરાયેલા ઉપવાસમાં પાટીદાર આગેવાનો ની મધ્યસ્થી વખતે અલ્પેશ કથિરિયાની જેલમુક્તિ માટે સરકાર સાથે આગેવાનો વાટાઘાટો કરશે તેવી હૈયાધારણા અપાયા બાદ ઘણો સમય વીતી ગયા છતાં કોઈજ પાટીદાર નેતાઓ આગળ નથી આવી રહ્યા. આંદોલન પણ સુષુપ્ત અવસ્થા માં સરી ગયું છે પરંતુ છેલ્લા એક અઠવાડિયાથી જે રીતે મહારાષ્ટ્રના મરાઠા સમાજને અનામત મળશે તેવી સૈધાન્તિક વાત સામે આવી રહી છે ત્યારે ગુજરાતના પાટીદાર નેતાઓ આમ ફરીથી આશાનું નવું કિરણ બંધાયું છે અને ફરીથી સક્રિય થયા છે.

આ ઘટનાક્રમ વચ્ચે આવતીકાલે 19 તારીખે અમદાવાદમાં ગુજરાત હાઇકોર્ટ નજીક પાટીદાર કન્વીનરો અને આગેવાનો ની એક મિટિંગ યોજવા જઈ રહી છે. આ મિટિંગ નો હેતુ અલ્પેશ કથિરિયાની જેલ મુક્તિ અને પાટીદારોને બંધારણીય અનામતનો લાભ મળે તે રહેશે તેવું આયોજકો પાસેથી જાણવા મળી રહ્યું છે. આ આયોજનમાં ભાજપ કે કોંગ્રેસ સાથે કનેકશન ધરાવતા લોકો ઘુસી ન જાય તે હેતુથી ફોન અને SMS થી આમંત્રણ અપાયા છે. આવું કરવા પાછળનું કારણ અંગે પ્રશ્ન કરાતા આયોજકોએ નામ ન આપવાની શરતે કહ્યું હતું કે પાટીદાર સમાજના નામે રાજ્કીય રોટલા શેકી રહેલા લોકોને દૂર રાખવા માંગીએ છીએ. અમે માત્ર આંદોલન સાથે શરૂઆત થી જોડાયેલા લોકોને જ બોલાવવા માંગીયે છીએ જેથી આંદોલન નો ઉપયોગ કરવા વાળા લોકોથી આંદોલન મુક્ત રહે.

Be the first to comment on "આવતીકાલે અલ્પેશ કથિરિયાની જેલમુક્તિ માટે પાટીદાર આગેવાનો કરશે મિટિંગ, જાણો વિગતો…"

Leave a comment

Your email address will not be published.


*