જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓ વિરુદ્ધ સુરક્ષા બળોના ઓપરેશન ચાલી રહ્યા છે. સોપીયાના સુગો હેધામા વિસ્તારમાં આતંકીઓ અને સુરક્ષાબળો વચ્ચે આમનો સામનો ચાલી રહ્યો છે. ચાર આતંકીઓ ને મારી નાખવામાં આવ્યા છે. આ અઠવાડિયે સોપિયામાં એનકાઉન્ટરની ત્રીજી ઘટના છે. તેપહેલા રવિવારે પાંચ અને સોમવારે ચાર આતંકીઓને મોતને ઘાટ ઉતર્યા હતા.
મળતી ખબર અનુસાર જમ્મુકાશ્મીર પોલીસની ટીમ, આર્મીની 44 આરઆર અને સીઆરપીએફ બુધવારે સવારે સુગો હેધમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું. આ દરમિયાન આતંકીઓએ સુરક્ષા દળો પર ફાયરિંગ શરૂ કરી દીધું. ત્યાર બાદ સામસામે ગોળીબારના અવાજ થી આખો વિસ્તાર ગુંજી ઉઠ્યો.
પોલીસના સીનિયર અધિકારીઓએ સમાચાર એજન્સીઓને આતંકી અને સુરક્ષા દળો વચ્ચેની ફાયરિંગની પુષ્ટિ કરી છે. અધિકારીઓ અનુસાર બે થી ત્રણ આતંકીઓ સંતાયેલા હોવાની ખબર હતી. હાલમાં ચાર આતંકીઓને મારી નાખવામાં આવ્યા છે. પરંતુ હજુ સુધી તેમની લાશ નથી મળી, એન્કાઉન્ટર ચાલી રહ્યું છે.
આ અઠવાડિયે શોપિયામાં એન્કાઉન્ટરની આ ત્રીજી ઘટના છે. આના પહેલા રવિવારે સુરક્ષા દળોએ પાંચ આતંકીઓને ઠાર કર્યા હતા. તેના આગળના દિવસે ઓપરેશન ચલાવી શોપિયામાં ચાર આતંકીઓને ઠાર કર્યા હતા. છેલ્લા બે અઠવાડિયામાં 15થી વધારે આતંકીઓ માર્યા ગયા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news