મધ્યપ્રદેશના પન્ના જિલ્લા માંથી સનસનીખેજ ઘટના સામે આવી છે, જ્યાં બે પક્ષો વચ્ચે પાણી ભરવા ને લઈને થયેલા વિવાદમાં એક યુવકની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. ગોળી ચાલવાની જાણકારી મળતા વિસ્તારમાં હડકંપ મચી ગયો. ઉતાવળમાં યુવકને હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યો હતો , પરંતુ રસ્તામાં યુવકનું મૃત્યુ થઈ ગયું. પોલીસે કેસ નોંધી તપાસ શરૂ કરી દીધી છે.
આ મામલો પન્ના જિલ્લાના બ્રિજપુર પોલીસ સ્ટેશન અંતર્ગત પહાડીખેડા ગામનો છે. જ્યાં બે પક્ષોમાં પાણી ભરવા ને લઈને વિવાદ થઈ ગયો હતો. મળતી જાણકારી અનુસાર મૃતક હેન્ડ પંપ ઉપર પાણી ભરવા ગયો હતો. આના પહેલા બંને પક્ષો વચ્ચે વિવાદ થઈ ચૂક્યો હતો જેની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી હતી.
તેમજ જ્યારે બીજો પક્ષ બીજી વખત પાણી ભરવામાં માટે ગયો ત્યારે બીજી વખત વિવાદ થઈ ગયો. વિવાદ એટલો બધો વધી ગયો કે એક પક્ષના લોકોએ પોતાના પર કાબૂ ગુમાવી દીધો અને દેશી તમંચાથી યુવક પર ગોળી ચલાવી દીધી. જેમાં ૩૨ વર્ષીય યુવકની છાતીમાં ગોળી લાગી ગઈ અને યુવાન ગંભીર રીતે ઘાયલ થઈ ગયો. લોકોએ આ ઘટનાને પોલીસને જાણકારી આપી જાણકારી મળતા જ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી.
ત્યારબાદ પોલીસ અને એમ્બ્યુલન્સની મદદથી ઘાયલ યુવકને જિલ્લા હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, પરંતુ હોસ્પિટલ પહોંચે તે પહેલા રસ્તામાં યુવકનો જીવ ચાલ્યો ગયો.
મૃતકના પિતા બહાદુર સિંહનું કહેવું છે કે છોકરો પાણી લેવા ગયો હતો. ગઈકાલથી આ લોકો વિવાદ કરી રહ્યા હતા. સરકારી ડંકી માંથી પાણી ભરવા ગયો હતો ત્યારે સામેના ઘરેથી લોકો બહાર નીકળ્યા અને અંદરથી દેશી તમંચો કાઢી છાતીમાં ગોળી ધરબી દીધી. પહેલા પણ આવા ઘણા વિવાદ થઇ ચૂક્યા છે જેની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી હતી પરંતુ કોઇ કાર્યવાહી કરવામાં આવી નહીં. આજે મારા દીકરા નો જીવ ચાલ્યો ગયો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news