કોરોનાવાયરસ સામે આ સમયે આખી દુનિયા ઝઝૂમી રહી છે અને પાકિસ્તાન પણ તેનાથી બાકાત નથી. પરંતુ પાકિસ્તાનના એક મૌલવીએ કોરોનાવાયરસને લઈને જે નિવેદન આપ્યું છે તે હવે ઇન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યું છે. તે મોલવીએ આપેલા નિવેદનનો પાકિસ્તાનના(Pakistan) લોકો મજાક ઉડાવી રહ્યા છે.
કોરોના(Corona) વાયરસથી ખરાબ રીતે પ્રભાવિત પાકિસ્તાનના એક મૌલવીએ વિચિત્ર નિવેદન આપતા કહ્યું કે કોરોનાવાયરસ થી બચવા માટે લોકોએ વધુમાં વધુ ઊંઘ(Sleep) લેવી જોઈએ. તેના પાછળ તેણે તર્ક આપ્યો કે સુવા દરમિયાન વાયરસ પણ સૂઈ જાય છે.
સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયોમાં પાકિસ્તાનનો આ મોલવી કહેતો દેખાઈ રહ્યો છે કે ડોક્ટર હંમેશા આપણને વધારે સુવાની સલાહ આપે છે. જેટલી વધારે આપણે ઊંઘ કરીશું વાયરસ તેટલા સમય માટે સૂતો રહેશે અને આપણને નુકસાન નહીં પહોચાડે. મૌલવીનું નિવેદન અહીંયા પૂર્ણ નથી થતું આગળ કહ્યું કે જ્યારે આપણે સુઈ જઈએ છીએ ત્યારે વાયરસ પણ સૂઈ જાય છે અને જ્યારે આપણે મરી જઈએ છીએ તો વાયરસ પણ મરી જાય છે.
હવે પાકિસ્તાની લોકો પણ આ વિચિત્ર વાતો નો મજાક બનાવી રહ્યા છે અને તેઓને પૂછી રહ્યા છે કે આ જ્ઞાન તેમને વિજ્ઞાનની કઈ ચોપડી માંથી મળ્યું છે. તેમજ એક ટ્વીટર યુઝરે તેમણે પૂછ્યું કે જો તેઓને કોરોનાનો ઈલાજ ખબર છે તો જઈને સરકારને કેમ નથી જણાવતા? બીજા ટ્વિટર યુઝર્સે લખ્યુ કે મને આશા છે કે આ વિચિત્ર તર્ક સાંભળી લોકો આત્મહત્યા નહીં કરશે. જણાવી દઈએ કે પાકિસ્તાનમાં અત્યાર સુધી કોરોનાવાયરસથી એક લાખ પાંત્રીસ હજારથી વધારે લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે. પાકિસ્તાનનો સિંધ અને પંજાબ પ્રાંત ખરાબ રીતે કોરોનાની ઝપેટમાં છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news