કોરોનાવાયરસ ના ભયને જોતા ઘણા દેશોમાં લોકડાઉન હજુ પણ ચાલી રહ્યા છે. તમામ દેશોની અર્થવ્યવસ્થા પર તેનો ખરાબ પ્રભાવ પડયો છે. જેને હવે ધીમે ધીમે પાટા પર પાછા લાવવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આ કડીમાં જ્યાં ધીમે ધીમે લોકડાઉન હટાવવામાં આવી રહ્યું છે. ત્યાં પર્યટકોને આકર્ષવા માટે વિશેષ ઓફરની રજૂઆત પણ કરવામાં આવી રહી છે.
યુરોપિયન દેશ સાયપ્રસએ તેની શરૂઆત પણ કરી દીધી છે. ટુરીઝમ સેકટરને પ્રોત્સાહન આપવા માટે સાયપ્રસ ના મુસાફરો માટે વિશેષ ઓફર આપવાની શરૂઆત કરી છે. સરકારનું કહેવું છે કે જો તેમના દેશમાં કોઇ પ્રવાસી કોરોના પોઝિટિવ મળી આવેલો છે તો તેનો તમામ ખર્ચ સરકાર ઉઠાવશે.
આ દરમિયાન કોરોના દર્દીના આવવા જવાનું ભાડું, હોટલમાં રહેવાનું બિલ અને દવા સહિતની ખાવા-પીવાની સુવિધાની જવાબદારી પણ સરકાર ઉઠાવશે. સાયપ્રસના વિદેશ મંત્રાલય કહ્યું છે કે તેઓ ઇચ્છે છે કે તેમના દેશમાં પર્યટકો સુરક્ષિત અનુભવે અને મહામારીથી ડરે નહીં.
એક હાલના રિપોર્ટમાં દાવો કર્યો છે કે તેમના દેશમાં કોરોનાવાયરસનો હજુ સુધી એક પણ નવો કેસ સામે નથી આવ્યો. આના પહેલા દેશમાં એક હજારથી પણ ઓછા કોરોના પોઝિટિવ લોકો હતાં, જેમાંથી 17 લોકોનું મૃત્યુ થયું હતું. સાયપ્રસ બાદ ઘણા દેશોમાં મુસાફરોને ધીમે ધીમે આવવાની છૂટ આપવામાં આવે તેવી વિચારણા કરવામાં આવી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news