નદી કિનારે રેતીના ઢગલાનુ ખોદકામ ચાલી રહ્યું હતું કે ત્યાં હાજર લોકો અચંબામાં પડી ગયા. સામે રેતીમાં દબાયેલું એક વિશાળકાય મંદિર નજરે ચડ્યું જે ઘણા વર્ષો જૂનું જણાવવામાં આવી રહ્યું છે.
આ મંદિર આંધ્રપ્રદેશના નેલ્લોર જિલ્લામાં મંગળવારે નીકળ્યું હતું. નેલ્લોર જિલ્લામાં પેરુમલપાંડુ ગામમાં નદીના કિનારે મંદિર નીકળ્યું. ANI અનુસાર આ શીવમંદિર છે. જેને સ્થાનિક લોકો 200 વર્ષ જુનું જણાવી રહ્યા છે. તેમજ કેટલાક લોકો તેને સેંકડો વર્ષો જૂનું પણ કહી રહ્યા છે.
મીડિયાની ખબરો અનુસાર આ મંદિરની બનાવટ ઈતિહાસીક નાગેશ્વર સ્વામી મંદિર જેવી જ છે. એવું માનવામાં આવે છે કે આ મંદિરનું નિર્માણ ભગવાન પરશુરામે કરાવ્યું હતું. હજુ આ મંદિર વિશે પુરાતત્વવિદો પાસે કોઈ યોગ્ય જવાબ નથી. તેઓ સ્થળ પર જઇ અભ્યાસ કરશે ત્યારે જઈને મંદિરના સાચા ઇતિહાસ વિશે જાણકારી સામે આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news