ચાઈનીઝ વસ્તુઓનો બહિષ્કાર કરવામાં સુરતીઓ મોખરે- વિરોધ કરવા આ મોંઘી વસ્તુ ઘરની બહાર ફેકી રહ્યા છે

ભારત-ચીન સરહદ પર છેલ્લા 45 વર્ષમાં જે બન્યું ન હતું, તે સોમવારે રાત્રે થયું હતું. બંને દેશોના સૈનિકો વચ્ચે થયેલી હિંસક અથડામણમાં ભારતના કમાન્ડિંગ ઓફિસર સહિત 20 સૈનિકો માર્યા ગયા હોવાના અહેવાલ મળી રહ્યા છે.  લદ્દાખની 14 હજાર ફૂટ ઉંચી ગાલવાન ખીણમાં વિશ્વના બે પરમાણુ શક્તિ ધરાવતા દેશ વચ્ચે આ અથડામણ થઈ હતી. ગાલવાન વેલી તે વિસ્તાર છે જ્યાં 1962 ના યુદ્ધમાં 33 ભારતીયો મૃત્યુ પામ્યા હતા.

છેલ્લા 41 દિવસથી બોર્ડર પર તણાવ હતો. તેને ઘટાડવાના પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા હતા. દરમિયાન, 15 જૂનની સાંજથી તણાવ વધ્યો હતો. ભારતીય સેના વાટાઘાટો કરવા ગઈ હતી, પરંતુ ચીની સેનાએ અચાનક હુમલો કર્યો હતો. જેમાં ભારતના 20 કરતાં વધારે સૈનિકો શહીદ થયા છે. ત્યારે દેશમાં ચીન પ્રત્યે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

ભારત અને ચીન વચ્ચે લદ્દાખ બોર્ડર પર ચાલી રહેલા વિવાદ દરમિયાન ગઇ કાલે ચીન દ્વારા ગલિમાન ખીણ નજીક મારામારી કરી ભારતીય સૈન્યના 20 જવાનોને મારી નાખ્યા બાદ દેશભરમાં ચીન સામે આક્રોશ ફાટી નીકળ્યો છે, લોકો ચીનની વસ્તુઓનો વિરોધ કરી રહ્યા છે. સુરતમાં આજે બોમ્બે માર્કેટ વિસ્તામાં આવેલી એક સોસાયટીમાં લોકો ટીવી અને એલઇડી સહિત કેટલીક ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ ઘરની બહાર ફેંકી દીધી હતી. આગામી દિવસોમાં ચીન સામે લોકોનો વિરોધ વધુ તીવ્ર બની શકે છે.

આજ રોજ સુરતના વરાછા વિસ્તારમાં ચાઈનામાં બનેલી સામગ્રીનો અનોખો વિરોધ કરવામાં આવ્યો છે. વરાછા વિસ્તારમાં આવેલ પંચરત્ન ગાર્ડનના સ્થાનિકોએ દેખાવો કર્યા હતા. મોટી સંખ્યામાં લોકો દ્વારા ચીનનો વિરોધ કરવામાં આવ્યો હતો. એક પરિવારે પોતાના ઘરની ગેલેરીમાંથી ચાઇના કંપનીનું ટીવી ઉપરથી નીચે ફેંકી દીધું હતું. સ્થાનિકોએ એક બોર્ડ પર લખ્યું કે ‘ચાઇનાની દરેક વસ્તુઓનો બહિષ્કાર કરો. ભારતીય વીર શહીદ જવાનોને શ્રદ્ધાજલિ.’ સુરતના લોકોએ ચીન પ્રત્યે રોષ વ્યક્ત કરતા શહાદતનો જડબાતોડ જવાબ આપતા જણાવ્યું છે. લોકો ચીનને પાઠ ભણાવવા માટે તેમની વસ્તુનો સંપુર્ણ રીતે બહિષ્કાર કરવા પણ અનુરોધ કર્યો છે.

ત્યારે વળી સુરેન્દ્રનગરના લીંબડી ગ્રીનચોક ખાતે યુવાનો દ્વારા ચીનનો ધ્વજ સળગાવીને વિરોધ કર્યો છે. ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલી હિંસક અથડામણ મામલે સૂત્રોચ્ચાર કરી વિરોધ કર્યો છે. ચાઈના મુર્દાબાદના નારાઓ પણ લગાવીને બહિષ્કાર કરવામાં આવ્યો છે. અમદાવાદના યુવાનોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. રાજપૂત યુવા સંગઠને ચીન વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા છે. ચીનને તેની જ ભાષામાં જવાબ આપવા યુવાનો માંગ કરી રહ્યાં છે. ઈંટનો જવાબ પથ્થરથી આપવા યુવાનો માંગ કરી રહ્યાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *