12 યુવક યુવતી બંધ મકાનમાં ભેગા થઈને કરી રહ્યા હતા આવી નાપાક હરકત અને આવી ગઈ પોલીસ…

વડોદરાની સુમનદિપ હોસ્ટેલમાં રહી નોકરી અભ્યાસ કરતા યુવાન-યુવતીઓ દારૂનિ મેહફિલ માણતા ઝડપાયા છે. આમોદરના શ્યામલ કાઉન્ટી સોસાયટી ખાતે આ દારૂની મેહફિલ યોજાઈ હતી. જો કે,…

વડોદરાની સુમનદિપ હોસ્ટેલમાં રહી નોકરી અભ્યાસ કરતા યુવાન-યુવતીઓ દારૂનિ મેહફિલ માણતા ઝડપાયા છે. આમોદરના શ્યામલ કાઉન્ટી સોસાયટી ખાતે આ દારૂની મેહફિલ યોજાઈ હતી. જો કે, સાસાયટીના રહિશોએ બાતમી આપતા વાઘોડિયા પોલીસે દરોડા પાડ્યા હતા. જેમાં યુવતીઓ અને યુવકો મળીને કુલ 12 લોકોની પોલીસે ધરપકડ કરી હતી. આ સાથે પોલીસે રૂમમાંથી ઊંચી બ્રાન્ડની વિદેશી દારૂની 6 ખાલી બોટલ તેમજ ગ્લાસ જપ્ત કર્યા હતા.

કેટલાંક યુવક-યુવતીઓ એક મકાનમાં દારૂની મહેફિલ માણી રહ્યા છે. જેથી વાઘોડિયા પોલીસ સ્થળ પર પહોંચી હતી પોલીસે તપાસ કરતાં શ્યામલ કાઉન્ટી સોસાયટીમાં ભાડેથી મકાન રાખીને રહેતા સુમનદીપ વિદ્યાપીઠના બે વિદ્યાર્થીઓએ અન્ય કેટલાક વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓને બોલાવીને દારૂની મહેફિલ માણતા હોવાનું જણાઈ આવ્યું હતું.

પોલીસે વ્હાઇટ વોકર ઇંગ્લિશ દારૂની ખાલી બોટલ-૨, બ્લેક ડોગ બ્લેક રિઝર્વ ઇંગ્લિશ દારૂની ખાલી બોટલ-૧, બ્લેક ડોગ(Black Dog) ત્રિપલ હોલ્ડ રિઝર્વ ઇંગ્લિશ દારૂની ખાલી બોટલ-૧, ટીચર્સ હાઇલેન્ડ ક્રીમ ઇંગ્લિશ દારૂની ખાલી બોટલ-૧, વેટ ૬૯ ઇંગ્લિશ દારૂની ખાલી બોટલ-૧, પાણીની બોટલો, પ્લાસ્ટિકના ગ્લાસ(Plastic glass), ૧૦ મોબાઇલ (Mobile) તેમજ જૈનમ મહેતાની કાર (Car) અને અંશુલ ગુપ્તાની કાર મળીને કુલ રૂપિયા ૯,૫૫,૦૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

પોલીસની તપાસમાં એવી વિગત બહાર આવી હતી કે આ મકાન ડો. કીર્તન પટેલ અને જૈનમ મહેતાએ ભાડે રાખ્યું હતું તેમજ તેમણે દારૂની મહેફિલ ગોઠવી હતી. ઝડપાયેલા અન્ય શખ્સો સુમનદીપની બોય્ઝ હોસ્ટેલ તેમજ સુમનદીપ હોસ્પિટલની વામાં હોસ્ટેલમાં રહે છે. પોલીસે બાર શખ્સોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(1) ડો. કિર્તન જગદીશભાઇ પટેલ (રેહ. 112, શ્યામલ કાઉન્ટી સોસાયટી, આમોદર, મૂળ રહે. એ, 27, ન્યુ નિકીતા પાર્ક સોસાયટી, ઘાટલોડીયા, અમદાવાદ),

(2) જૈનમ વિપુલભાઇ મહેતા (રહે. 112, શ્યામલ કાઉન્ટી સોસાયટી, મૂળ રહે. એફ.04, રાજધાની એપાર્ટમેન્ટ, મેમનનગર, અમદાવાદ),

(3) કોશી જોસેફ (રહે. રૂમ નંબર-92, બોયઝ હોસ્ટેલ, સુમનદીપ વિદ્યાપીઠ, પીપળીયા, વાઘોડિયા),

(4) અંશુલ રાજેશભાઇ ગુપ્તા (રહે. રૂમ નં. 411, બોયઝ હોસ્ટેલ, સુમનદીપ વિદ્યાપીઠ, વાઘોડિયા, મૂળ દિલ્હી),

(5) રૂચીત પરાગભાઇ શાહ (રહે. એ-501, અનંતા આસ્થા સોસાયટી, આમોદર, વાઘોડિયા, મૂળ-મકાન નં.43, મણીરત્ન વિભાગ-1, અમદાવાદ),

(6) ગણેશ શિવઅન્ના (રહે. 163, બોયઝ હોસ્ટેલ, સુમનદીપ વિદ્યાપીઠ, વાઘોડિયા, મૂળ-તામીલનાડુ),

(7) અંકુલ મુકેશભાઇ ચંદ્રા-અભ્યાસ ( રહે. 115, પવલેપુર, વાઘોડિયા મુળ-ઉત્તરપ્રદેશ),

(8) હર્ષિતા અભયભાઇ કોઠારી અભયભાઇ કોઠારી-અભ્યાસ (રહે. વામા હોસ્ટેલ, સુમનદીપ વિદ્યાપીઠ મુળ રહે. મધ્યપ્રદેશ),

વડોદરાની છોકરી મજા કરાવવાનું કહીને યુવાનને લઇ ગઈ હોટલમાં પણ પછી જે થયું તે જાણી તમે…

(9) ચેતના મોહનભાઇ દુહાન (રહે. વામા હોસ્ટેલ, સુમનદીપ વિદ્યાપીઠ, મુળ રહે. ન્યુ દિલ્હી),

(10) પલ્લવી સરોજભાઇ કુમાર (રહે. વામા હોસ્ટેલ, સુમનદીપ વિદ્યાપીઠ, મુળ રહે. ન્યુ દિલ્હી),

(11) સરણીતા એડવર્ડ જોન્સન (રહે. વામા હોસ્ટેલ, સુમનદીપ હોસ્પિટલ, મુળ રહે. તામીલનાડુ) અને

(12) સોવીયા સુખરાજ ગીલ (રહે. વામા હોસ્ટેલ, સુમનદીપ વિદ્યાપીઠ, મુળ રહે. અમૃતસર-પંજાબ)ની ધરપકડ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *