હીરા ઉદ્યોગમાં ફેલાયેલા કોરોના બાદ ડાયમંડ એસોશિયેશનની મીટીંગમાં લેવાયો મોટો નિર્ણય- જાણો અહી

સુરતમાં આજે GJEPC અને ડાયમંડ એસોશિએશનની બેઠક મળી જેમાં, જેમાં સુરતમાં 21 દિવસમાં 250 રત્ન કલાકારોને કોરોના વાયરસનો ચેપ લાગ્યો છે. તે બાબતે સમીક્ષા કરવાની હતી અને ગઈકાલે 38 રત્ન કલાકારોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તે બાબતે શું કરી શકાય તે બાબતોનેવિચારવામાં આવી હતી.

ત્યારે આ બેઠક પૂર્ણ થયા બાદ નિર્ણય લેવાયો છે કે, સુરત શહેરના હીરા ઉદ્યોગને બંધ રાખવામાં આવશે નહી. સુરત ડાયમંડ એસોશિએશન ખાતે મળેલી બેઠકમાં નીરાન્ય લેવાયો છે કે કોરોનાનો એક કેસ આવે તે વિભાગને બંધ કરાશે. ત્રણ કેસ આવે તો આખું યુનિટ બંધ કરાશે.

હીરાની એક ઘંટી પર માત્ર બે જ કારીગરોને  કામ કરવાનું રેહેશે. હીરાના તમામ પેકેટ સેનેટાઈઝ કરવાના રહેશે. સુરત ડાયમંડ એસોશિએશનની ટીમ આ નિયમોનું પાલન થાય છે કે નહી તેનું નિરીક્ષણ કરશે. શહેરના તમામ હીરા બજારો અને સેફ વોલ્ટ શનિવાર અને રવિવારે બંધ રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *