કચ્છનો દરિયાઈ માર્ગ ચરસના સ્મગલિંગ માટે બન્યો મોકળો- મોટા પ્રમાણમાં મળ્યું ચરસ

કચ્છના સરહદી વિસ્તારમાં ચરસના પેકેટ મળવાનો સિલસિલો યથાવત છે. કચ્છ પશ્ચિમ પોલીસેને મોટી સફળતા હાથ લાગી છે. પશ્ચિમ કચ્છ પોલીસે 85 થી વધુ પેકેટ ચરસ…

કચ્છના સરહદી વિસ્તારમાં ચરસના પેકેટ મળવાનો સિલસિલો યથાવત છે. કચ્છ પશ્ચિમ પોલીસેને મોટી સફળતા હાથ લાગી છે. પશ્ચિમ કચ્છ પોલીસે 85 થી વધુ પેકેટ ચરસ ઝડપી પાડ્યા છે. પશ્ચિમ કચ્છ મરીન પોલીસને અબડાસાના દરિયાઈ વિસ્તારમાંથી 85 થી વધુ ચરસના પેકેટ મળી આવ્યા  છે. દરિયાઈ વિસ્તારમાં હજુ પણ પોલીસ દ્વારા સતત સર્ચ ઓપરેશન ચાલી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી કચ્છના દરિયાઈ કાંઠે 200 જેટલા ચરસના પેકેટ જુદી જુદી સુરક્ષા એજન્સીએ બિનવારસી હાલતમાં કબજે કર્યા છે.

કચ્છના અબડાસા સિંધોડીના દરિયા કિનારે પણ 30 પેકેટ ચરસના મળી આવ્યા છે. બિનવારસુ ચરસના પેકેટ મરિન ટાસ્ક ફોર્સે ઝડપીને પોલીસને સોંપ્યા છ. આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.

ઉલ્લેખનીય છે કે, સરહદી વિસ્તાર હોવાથી કચ્છમાં અનેક પ્રકારની હેરાફેરી કરવામાં આવે છે. કચ્છનો સરહદી વિસ્તાર ચરસના સ્મલિંગ માટે પંકાયેલ છે. અહીં અવારનવાર ચરસના પેકેટ મળી આવે છે. જેથી મરીન પોલીસ પણ હંમેશા સતર્ક રહે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *