રશિયા ભારતમાં મોકલશે વિશ્વનું સૌથી શક્તિશાળી “બ્રહ્માસ્ત્ર”- વિડીયો જોઇને જ છૂટી જશે પરસેવો

લદ્દાખ(ladakh)માં વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર 15 જૂનની રાત્રે ભારત અને ચીની સેનાની વચ્ચે હિંસક અથડામણ થયા બાદ ભારતીય સેના સંપૂર્ણ રીતે સતર્ક અને તૈયાર થઇ ચુકી છે. ચાઈનાની કોઈપણ ચાલ અને વિપરીત પરિસ્થિતિઓનો જવાબ આપવા માટે ભારત પોતાની તૈયારીઓને વધારે મજબૂત કરવામાં લાગી પડ્યું છે. સાથે-સાથે ખુશીના સમાચાર એ છે કે વિશ્વનો સૌથી મોટો દેશ ભારતની મદદે આવ્યો છે. રશિયાએ ભારત માટે ‘બ્રહ્માસ્ત્ર’ રૂપી મિસાઈલ મોકલી છે. રશિયાથી વહેલી તકે S400 મિસાઇલ ડિફેન્સ સીસ્ટમ મેળવવી જેથી કોઈપણ દુશ્મનને જડબાતોડ જવાબ આપી શકાય.

રશિયાની આ મદદને લઇને રક્ષામંત્રી રાજનાથ સિંહનો રશિયા પ્રવાસ ઘણો જ મહત્વનો માનવામાં આવી રહ્યો છે. રશિયા હવે ભારતને હથિયાર વેચી રહ્યું છે તો આ વાત ચીનને હજમ નથી થઇ રહી. ચીનની કૉમ્યુનિસ્ટ પાર્ટીનાં મુખપત્ર પીપલ્સ ડેલી તરફથી એક ફેસબૂક પોસ્ટ નાંખવામાં આવી છે. જે હથિયારોનાં આ સોદાની વિરુદ્ધ છે. હવે જ્યારે ભારતને S400 મળશે તો ચીનની બેચેની વધશે તે 100 ટકા નક્કી છે. રશિયાનું આ “બ્રહ્માસ્ત્ર” S400ને દુનિયાની સૌથી શક્તિશાળી ડિફેન્સ સિસ્ટમ માનવામાં આવે છે. અને આમાં ભારતનાં દુશ્મનોને બેઅસર કરવાની સંપૂર્ણ તાકાત છે. આનું આખું નામ S-400 ટ્રાયમ્ફ(S-400 triumf) છે.

S-400 એરક્રાફ્ટ ક્રૂઝ મિસાઇલ અને ત્યાં સુધી કે એટમી મિસાઇલને પણ આકાશમાં જ મારી પાડશે. આને દુનિયાની સૌથી ખતરનાક મિસાઇલ ડિફેન્સ સીસ્ટમની ઉપાધિ મળી ચુકી છે. આની તાકાતનું રહસ્ય છુપાયેલું છે આમાં લાગેલી 3 ટેકનિકમાં. S400માં ત્રણ ટેકનોલોજી એક સાથે કામ કરે છે. પહેલી છે મિસાઇલ લૉન્ચર, બીજી છે શક્તિશાળી રડાર અને ત્રીજી છે કમાન્ડ સેન્ટર. આનું રડાર 600 કિલોમીટરનાં અંતર સુધી પોતાના ટાર્ગેટને ઓળખી શકે છે અને એક સાથે 100 થી 300 નિશાનોને ટ્રેક કરી શકે છે.

S400 કિલોમીટરના અંતર સુધી પ્રહાર કરી શકે છે. આની પ્રહાર ક્ષમતા એટલે અચૂક છે કે એક સાથે ત્રણેય દિશાઓમાં મિસાઇલ પ્રહાર કરી શકે છે અને હવામાં ઉડતા 36 ટાર્ગેટને એક સમયે નિશાન બનાવી શકે છે. આ સિસ્ટમ મિસાઇલથી લઇને ડ્રોન સુધી કરવામાં આવતા હુમલાને અસફળ કરી શકે છે. ફક્ત એટલું જ નહીં, S-400 સિસ્ટમ મિસાઇલ હુમલાની સ્થિતિમાં ખુદ એક્ટિવ હોય છે અને દુશ્મનની મિસાઇલ અથવા યુદ્ધ વિમાનને હવામાં જ ધ્વસ્ત કરી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *